BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી ના વિકાસ ને લઇ ડીમોલેશન નું કામગિરી હાથ ધરવામાં આવી, ભાદરવી નો મેળો બંધ નહી રહે, અધીક કલેકટરે અફવા ગણાવી

1 ડિસેમ્બર જીતેશ જોશી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજી ના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે યાત્રિકો ને વધુ સુખાકારી માટે અંબાજી ની પ્રવિત્રતા ને લઇ મહત્તમ અંબાજી થી ગબ્બર શક્તિ કોરીડોર ,ચાચરચોક, વિસ્તૃતિકરણ તેમજ અંડર ગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસ ના કામો ને હાલ પ્રાધાન્ય આપી રહ્યું છે જેને લઇ આ કામગીરી માં નડતર રૂપ સરકારી ઓફિસો તેમજ ખાનગી રહેણાંક અને દુકાનો ને ડીમોલેશન કરવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, st નિગમ ,ગ્રામપંચાયત અને માર્ગ અને મકાન વિભાગ ની નડતરરૂપ મિલકતો ને દૂર કરવાની કામગીરી ની શરૂઆત કરવામાં આવી છે આજે અંબાજી મંદિર ના અધિક કલેકટર કૌશિક મોદી એ સ્થાનિક પત્રકારો ને પણ અંબાજી ના વિકાસ ને લઇ માસ્ટર પ્લાન અંગે માહિતગાર કર્યા હતા જેમાં સૌપ્રથમ હોલીડે હોમ ની જગ્યા એ સર્કલ બનાવી ને ત્યાં થી ગબ્બર તળેટી સુધી શક્તિ કોરીડોર અને એકાવન શક્તિપીઠ સર્કલ થી સંસ્કૃત પાઠશાળા સુધી વાહનો માટે અંડર ગ્રાઉન્ડ રસ્તા ની કામગીરી પ્રથમ અને દ્વિતીય ફેજ માં શરુ થશે તેમકૌશિક મોદી (અધિક કલેકટર) જણાવાયુ હતું
જોકે અંબાજી ના વિકાસ ની કામગીરી ને લઇ અંબાજી માં ભરાતા ભાદરવી પૂનમ નો મહામેળો ત્રણ વર્ષ સુધી બંધ રહેશે તેવી વાત નો ખંડન કરતા તેને માત્ર અફવા ગણાવી હતી ને મેળો પરંપરાગત રીતે ચાલુ રહેશે જરૂર પડશે તો તેને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ મેળો ચાલુ જ રખાશે તેમ
કૌશિક મોદી (અધિક કલેકટર) એ જણાવાયુ હતું

Check Also
Close
Back to top button
error: Content is protected !!