BANASKANTHAPALANPUR

ગુજરાત માં લોકશાહીના મુલ્યોના જતન માટે “પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ની રચના ,પ્રદેશ પ્રમુખ તરીકે એવા દાંતા સ્ટેટના યુવા રાજવી રિધ્ધિરાજસિંહજી મહિપેન્દ્રસિંહજી પરમાર

ભારતના ચુંટણી પંચને અરજી કરતાં તેમનાં તા-૨૩/૨/૨૦૨૧ હુકમ ક્રમાંક-૫૬/૧૦૫/૨૦૨૦/પીપીએસ-૧/૯૨થી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામે એક રાજકીય પક્ષ માટે મળી મજૂરી

2 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

૨૦૨૨ની ગુજરાત વિધાનસભાનાં પરિણામો અને ૨૦૨૪ લોકસભાના પરિણામોથી ઘણાં બધા જાહેર कुपनमां रस परवतां भवानी निराश थां लेम Power corrupt, and absolute power corupts absolutely… ના સિદ્ધાંત મુજબ કોઈ પણ એક જ પક્ષનું એકચક્રી શાશન લાંબા સમય સુધી રહે ત્યારે પ્રજાના પ્રશ્નો ઉકેલાતાં નથી હોતાં. અને તંત્ર રેઢિયાળ બનતું હોય છે અને સામાન્ય નાગરિકો લાચારી અનુભવી દુઃખી થતા હોય છે. ગુજરાતભરમાં જ્યારે પ્રવાસ કરવાનું બનતું ત્યારે દરેક ઠેકાણેથી આજના શાશન સામે અસંતોષ વ્યક્ત કરતાં અનેક આગેવાનોએ ગુજરાતના બધા જિલ્લાઓમાંથી હવે કંઇક કરો કંઈક કરોના સૂરો ઉઠતાં હતા. અને એ કંઇક કરો એનો અર્થ કે રાજકીય પ્લેટફોર્મ ઊભું કરો. આવા ગુજરાતમાં ભા.જ.૫ ની સરકાર સામેની ફરીયાદો અને વિરોધ પક્ષ માં મોટા મોટા આગેવાનો કોંગ્રેસ છોડી ભા.જ.૫. માં ભળવું અને પ્રજાકીય પ્રશ્નો માટેની નિષ્ક્રિયતા તો શું કરવું જોઈએ એ અંગે અવાર નવાર રાજકીય લોકશાહીના પ્રણેતા શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ અને અનેક રાજકીય વિદ્વાનોના અરસ પરસ મીટીંગો અને પરામર્શ થકી જે “પ્રજા શક્તિ” અને લોકશાહીના મૂલ્યો ની જાળવણી માટે ઉભી કરેલી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીને સક્રિય કરીને ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોમાં રસ લઈને પ્રજા નિરાધાર નથી અને પક્ષની હૂંફ પ્રજાને મળે એ માટે આદરણીય શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ અને કેટલાંક એ વિચારધારા વાળા મિત્રો “પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી”ની રજીસ્ટર્ડ ઓફીસ “ વસંત વિહાર, ક-૭ સર્કલ, ગાંધીનગર ખાતે મળેલી જેમાં તમામ જિલ્લાના આગેવાન ભાઈઓ-બહેનો અને પાર્ટીના સ્થાપક સભ્યો હાજર રહેલ. આ બેઠકમાં સર્વાનુમત્તે પ્રજા શક્તિ એટલે કે People Powerલોકશાહીમાં પ્રજા જ એટલે કે મતદારો જ માલિક હોય છે.મતદારો જ માલિક હોય એનું સારું ઉદાહરણ એટ્લે શંકરસિંહ વાઘેલા બાપુ જ્યારે રાધનપુર વિધાનસભાન પોતે ઉમેદવાર બન્યા ત્યારે એમનું સોનેરી વાક્ય “પ્રજા જ મારી હાઈકમાંડ” છે એ વિધાનમાં વિશ્વાશ મૂકી ત્યાની પ્રજાએ જંગી મતોથી બાપુશ્રીને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢેલ એવા મુદ્રાલેખ સાથે ફરીને “પ્રજા શક્તિ ડેમોક્રેટીક પાર્ટી ની સ્થાપના કરવામાં આવી છે જેને ભારતના ચુંટણી પંચને અરજી કરતાં તેમનાં તા-૨૩/૨/૨૦૨૧ હુકમ ક્રમાંક-૫૬/૧૦૫/૨૦૨૦/પીપીએસ-૧/૯૨થી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામે એક રાજકીય પક્ષ માટે મળી મજૂરી પણ મળી છકોઈ પણ પક્ષની કે વ્યક્તિ ની નકારાત્મક ટીકાઆલોચના કર્યા સિવાય પોતાની હકારાત્મક વાત લઈને પ્રજા સમક્ષ કહેવા-જવા નિર્ણય કરેલ છે. આમાં પણ સવિશેષ ગુજરાતની ખેતી અને ખેતી આધારીત જીવતો માણસ જેનો કોઈ રણી-ધણી નથી. ખેડૂતો પણ પોતાના પ્રશ્નો માટે નિરાકરણ ઇચ્છતા હોઇ છે. ત્યારે એમના રોજબરોજની સમસ્યા જેવી કેમોઘવારી,બેકારી, અસામાજિક તત્વોનો ત્રાસ, શિક્ષણ અને આરોગ્યની હાલાકીઓ અને બેન-દીકરીઓની થતાં બળાત્કાર અને અન્યાય, પોતાને અન્યાય થતો હોય કે પ્રશ્નો હોય તેવા એસ.ટી, ઓ.બી.સી અને મધ્યમ વર્ગ પીડાતો હોય ત્યારે તેવી પ્રજાનો અવાજ બનવાનો નિર્ધાર વ્યક્ત કરેલ છે. અને સૌએ એકી અવાજે ઠરાવેલ છે. કોઈ પણ ગુંડો—બળાત્કારી અને ભ્રષ્ટાચારી, પ્રજાને રંજાડનાર એ બધાયને પક્ષ પોતાનો ખેસ પહેરાવીની આવા તત્વોને સમર્થન આપે ત્યારે એ જ પક્ષનો કાર્યકર્તા હોય કે પ્રજાજાન હોય તેને પ્રશ્ન થાય કે પક્ષ શેના માટે આવા તત્વોને પ્રોત્સાહન આપે છે. માટે ત્રાસીને પ્રજાને લાગે કે અમારી શક્તિ હોવા છ્તા અમે બિચારા-બાપડા-નિરાધાર છીએ ત્યારે તેમને અમો કહેવા માંગીએ છીએ કે તમારા સુખ —દુઃખમાં અમે તમારી સાથે અડીખમ, ન્યાયના પક્ષે, સત્યના પક્ષે ઊભા રહીશું.સૌએ સાથે મળીને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી” નું સુકાન દાંતા સ્ટેટના યુવા રાજવી રિધ્ધિરાજસિંહજી મહિપેન્દ્રસિંહજી પરમાર હિઝ હાઈનેશ ઓફ દાંતા, બનાસકાંઠાને સોંપવા એકી સુરે નિર્ધારિત કરી સૌએ આ લોકશાહીના મૂલ્યો અને મુક પ્રજાનો અવાજ બનવા તન-મન-ધન થી સહકાર આપવા અને નવી દિશા અને સુકાનીના હાથ મજબુત કરવા નક્કી કરવા માં આવેલ છે

Back to top button
error: Content is protected !!