ભરૂચ હાઇ ટેન્શન લાઇનના તાનાશાહી વિરુદ્ધમાં ભરૂચ અને વાગરા તાલુકા ના ખેડૂત સમાજે ભરુચ કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઇ ટેન્શન લાઇન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ તાનાશાહી વિરુદ્ધ “ગુજરાત ખેડૂત સમાજ” ના નેજા હેઠળ અસરગ્રસ્ત ભરૂચ અને વાગરા તાલુકાના ગામોના ખેડૂતોના આગેવાનો દ્વ્રારા ભરુચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરી, આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.આવેદનપત્ર સોપતી વખતે જયેશભાઈ પાલ, રમેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ (હાંસલોદ), નવફલભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે. તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહીપૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવા માગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો જરૂર પડશે તો આવનારા દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. “ખેડૂતોના હિતો માટે અમે કોઈપણ આકરી ચાળે જવાની તૈયારી રાખી છે.



