MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) માળીયા (મિ.) પોલીસ સ્ટેશન ખાતે અજાણી લાશ સંબંધિત માહિતી આપવા અનુરોધ કરાયો

MALIYA (Miyana) માળીયા (મિ.) પોલીસ સ્ટેશન ખાતે અજાણી લાશ સંબંધિત માહિતી આપવા અનુરોધ કરાયો

 

 

માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ ૦૫/૧૨/૨૦૨૪ ના અકસ્માત મોત મુજબના કામમાં જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યો પુરુષ ઉ.વ. ૪૦ આસપાસ ગત તારીખ ૦૪/૧૨/૨૦૨૪ ના સાંજના ૦૫:૧૫ કલાક પહેલા વવાણીયા ગામની સીમના રણ વિસ્તારમાં બાબભાઇ દહીંસરા વાળાના કારખાના આગળ વાણવાળા ઢોળા પાસે તેની લાશ મળી આવી હતી. આ મૃત્યુ કોઇ બીમારી સબબ થયેલું જણાય છે. મૃત્યુ પામેલા હતભાગીનું કોઈ વાલી- વારસ ન હોય હાલમાં તેની લાશ મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવી છે.

મૃત્યુ પામનાર વ્યક્તિ શરીરથી પાતળો બાંધો અને વાને ઘઉંવર્ણ ધરાવે છે. માથાના ભાગે લાંબા કાળા વાળ, દાઢી છે. ભુખરા કલરનો શર્ટ તથા બ્લુ કલરની ટૂંકી ચડ્ડી પહેરેલી છે. જમણા હાથે ત્રાજવેથી હિન્દી ભાષામાં ભોલે શબ્દ ત્રોફાવેલો છે. ગળામાં પીળા રંગની ધાતુનો ચેન પહેરેલો છે અને જમણા હાથના કાંડામાં પીળી ધાતુનું કડું પહેરેલું છે અને જમણા હાથની ત્રીજી આંગળીમાં પીળી ધાતુની વીંટી છે.

 

આ મૃત્યુ પામેલી વ્યક્તિ અંગે જો કોઈપણ પ્રકારની માહિતી મળે તો અત્રેના પોલીસ હેડ કોન્સટેબલશ્રી પી.વી.ચાવડાના મોબાઈલ નંબર ૯૯૧૩૦૬૦૧૬૭ અથવા માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર ૬૩૫૭૨૪૦૭૧૬ પર સંપર્ક કરવા અંગે અનુરોધ કરવામાં આવે છે. તેમ પોલીસ ઇન્સપેકટરશ્રી આર.સી.ગોહિલ, માળીયા મીયાણા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!