GUJARATPANCHMAHALSHEHERA

શહેરા ખાતે ITI માં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ સાથે રેશનકાર્ડમાં e-KYC માટે શહેરા તાલુકામાં આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI)માં e-KYC અંગે સેમિનારનુ આયોજન કરાયું 

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં ના રોજ H.T.MAKWANA, જીલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર, પંચમહાલ ગોધરા તથા D P Patel મામલતદાર શહેરાના સંયુક્ત ઉપક્રમે શહેરા તાલુકાના કાકરી રોડ પર આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) શહેરા ખાતે ITI માં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ સાથે રેશનકાર્ડમાં e-KYC માટે શહેરા તાલુકામાં આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI)માં e-KYC અંગે સેમિનારનું આયોજના કરવામાં આવેલ. જે સેમીનારમાં આશરે 435 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. જે સેમિનારમાં રેશનકાર્ડમાં e-KYC ની કામગીરી જે તાલીમાર્થી વધુમાં વધુ 5 થી 10 લોકોના સ્વેચ્છાએ e-KYC કરશે તેવા તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમ જણાવ્યું.

(૨) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ વર્ષેમાં બે વખત વિના મુલ્યે થતા ગેસ રીફીલીંગના બીજા કવાટર્રમાં (ઓકટોબર-૨૦૨૪ થી ડીસેમ્બર-૨૦૨૪)હાલમાં ચાલી રહેલ FREE GAS રીફીલીંગ માટેની સમજુતી આપી અને વધુમાં વધુ ઉજ્જવલાના લાભાર્થીઓ તેનો લાભ લે તે અંગે આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં બહોળો પ્રચાર પ્રસાર કરવા અંગે તાલીમાર્થીઓને સમજૂત કરવામાં આવ્યા.

(૩) ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણના ભાગરૂપે ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) માં એક કન્ઝ્યુમર ક્લબની રચના કરવા અને તેની કામગીરી અંગે સૂચનો આપવામાં આવ્યા.

(૪) જીલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારી, તાલુકા ગ્રાહક સુરક્ષા અધિકારી, જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનના કાર્યોઅને તેની ફરજો અંગે વિસ્તુત માહિતી આપવામાં આવી.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં યોજવામાં આવેલ e -KYC અંગેના સેમિનાર બાબતે H T Makwana જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા દ્વારા સફળતાપૂર્વક સેમિનાર પૂર્ણ કરવામાં આવ્યો તેમ એક અખબારી યાદીમાં જણાવ્યુ.

Back to top button
error: Content is protected !!