TANKARA:ટંકારા નેસડા(ખા) જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા: ત્રણ ફરાર




TANKARA:ટંકારા નેસડા(ખા) જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા: ત્રણ ફરાર 

મળતી માહિતી મુજબ મોરબી એસસીબી ટીમના આઈએસઆઈ જિજ્ઞાસાબેન કણસાગરા સહિતની ટીમને બાતમી મળેલ કે ટંકારા તાલુકાના નેસડા(ખા)ગામે ડેમી નદી જવાના રસ્તે ખરાબાની ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમે છે. જે મુજબ તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા જુગરીઓમાં નાસભાગ મચી ગયી હતી, ત્યારે ત્રણ આરોપીઓ નારણભાઇ પ્રાગજીભાઈ ભાડજા ઉવ.૫૪ રહે.નેસડા(ખા), ઓધવજી માધવજી જીવાણી ઉવ.૬૪ રહે.ખાનપર ગામ તથા પ્રવીણભારથી નારણભારથી ગોસ્વામી ઉવ.૭૦ રહે.રાજપર ગામ વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ઇબ્રાહિમભાઈ ગુલામભાઈ સંધી રહે.નસીતપપર, મુકેશભાઈ ધીરુભાઈ કોળી રહે.નેસડા(ખા) તથા શૈલેષભાઇ સવજીભાઈ ઘોડાસરા રહે.ખાનપર વાળા ત્રણેય આરોપીઓ દરોડા દરમિયાન ભાગી જતા પોલીસે સ્થળ ઉપરથી રોકડ ૩૭,૫૦૦/- કબ્જે લઈ કુલ ૬ આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે અને અન્ય.ફરાર ત્રણ આરોપીઓને પકડી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.




