બોર્ડની પરીક્ષાના મુંઝવતાં પ્રશ્નોનું હવે વીડિયોના માધ્યમથી સમાધાન, ક્યુઆર કોડ સ્કેન કરતાં જ વિષય નિષ્ણાતના વીડિયો જોવા મળશે



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાનું પરિણામ ઊંચું લાવવા તેમજ વિદ્યાર્થીને મુઝવતા સવાલોનો અંત લાવવા શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં હેલ્પલાઇન નંબર સાથે વિષય નિષ્ણાતો યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કરશે. જેના માટે એક ક્યુઆર કોડ બનાવવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં યોજાશે. બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈ ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં મહત્વના વિષયોનું નિષ્ણાતો થકી માહિતી આપવામાં આવશે. પરંતુ આ વર્ષે શિક્ષણ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં હવે વિષય નિષ્ણાતો થકી યુટુબના માધ્યમથી વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી પડતી સમસ્યાનું નિવારણ કરવામાં આવશે. તેના માટે એક ક્યુઆર કોડ શિક્ષણ વિભાગ થકી બનાવવામાં આવ્યો છે.
જેને સ્કેન કરતાં તે શિક્ષણ વિભાગની ચેનલ પર લઈ જશે. તેમજ એક ઈમેલ આપવામાં આવ્યો છે. જેના થકી વિદ્યાર્થીઓ પોતાના સવાલો મોકલી શકશે. તેમજ આત્મવિશ્વાસ હેલ્પલાઇન નંબર પર પણ વિદ્યાર્થીઓ પરીક્ષા ને લગતા સવાલો પૂછી શકશે. આમ રાજ્યમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ વાર નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના વીડિયો બનાવી જવાબ આપવામાં આવશે. જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળી શકે છે.
આ બાબતે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે, વીડિયોના માધ્યમથી બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. પ્રથમ બ્લુ પ્રિન્ટ અંગે માહિતી આપવામાં આવશે. જેમાં દરેક વિષયની બ્લુ પ્રિન્ટ અંગે વિષય નિષ્ણાત માહિતી આપશે. તેમાં ક્યાં પ્રકરણમાંથી કેટલા માર્કના કેવા પ્રશ્નો પુછાય શકે તેની માહિતી હોય છે. ક્યાં પ્રકરણ પર ભાર આપવો કયા પ્રકરણને છોડી દેવું એનો ખ્યાલ આવે અને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાની સમજ પડશે.
શિક્ષણના 17 વિષય નિષ્ણાંત હેલ્પલાઇન નંબર
માધ્યમિક – ગણિત/વિજ્ઞાન 9427117851
માધ્યમિક -ગણિત/વિજ્ઞાન 9825776571
માધ્યમિક – ગણિત/વિજ્ઞાન 9925535399
માધ્યમિક – ગણિત/વિજ્ઞાન 9429127168
માધ્યમિક – અંગ્રેજી – 9904226504
માધ્યમિક – અંગ્રેજી – 9408268151
ઉચ્ચ.માધ્ય – રસા.વિજ્ઞાન 9033538828
ઉચ્ચ.માધ્ય -નામા.મૂળ/આકડા -7405239392
ઉચ્ચ.માધ્ય – જીવવિજ્ઞાન- 9409022639
માધ્યમિક – સામા.વિજ્ઞાન – 9484995653
ઉચ્ચ.માધ્ય- અંગ્રેજી – 9998158356
ઉચ્ચ.માધ્ય – ગણિત – 9998547888
ઉચ્ચ.માધ્ય – ભૌતિક વિજ્ઞાન – 9426814677
માધ્યમિક – ગુજરાતી – 9429283192
ઉચ્ચ.માધ્ય – અર્થશાસ્ત્ર – 8153090974
માધ્યમિક – સંસ્કૃત – 9033429648
ઉચ્ચ.માધ્ય – મનોવિજ્ઞાન – 9664927213




