GUJARATJUNAGADHKESHOD

શહેરમાં મહાનગરપાલિકા જુનાગઢની મંજૂરી વગર સ્ટીકર પોસ્ટર લગાવવા બાબતે ન્યૂસન્સ તેમજ દંડ ફટકારી આ કામમાં વપરાયેલ વાહન કબ્જે કરતું મહાનગરપાલિકા જુનાગઢ

શહેરમાં મહાનગરપાલિકા જુનાગઢની મંજૂરી વગર સ્ટીકર પોસ્ટર લગાવવા બાબતે ન્યૂસન્સ તેમજ દંડ ફટકારી આ કામમાં વપરાયેલ વાહન કબ્જે કરતું મહાનગરપાલિકા જુનાગઢ

મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા સરકારશ્રીની બ્યુટીફિકેસનની યોજના અંતર્ગત શહેરમાં આવેલ મેઈન રોડ ઉપર આવેલ અલગ અલગ વિભાગોને દીવાલ/ડીવાઈડરને કલર કરવાનું કામ તેમજ વૃક્ષારોપણનું કામ જેવા વિવિધ બ્યુટીફિકેસનની કામગીરી હાલ ચાલી રહી છે જે અંતર્ગત આ દિવાલોમાં મહાનગરપાલિકા જુનાગઢ કોઈ પણ જાતની મંજૂરી વગર સ્ટીકર,પોસ્ટર કે વોલ પેન્ટિંગ ન કરવા અવાર નવાર વર્તમાન પત્રો દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવેલ છે આ છતા તા.૧૬/૧૨/૨૦૨૪ના રોજ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા બસ સ્ટેન્ડથી મોતીબાગ થઈ મધુરમ સુધીનો દીવાલો ઉપર આ પ્રકારના મંજૂરી વગરના પોસ્ટરો લગાડી બ્યુટીફિકેસનની કામગીરીમાં અવરોધ રૂપ કરેલ હોય જે અન્વયે માન.કમિશનર સાહેબશ્રી ડો.ઓમ પ્રકાશ(IAS)ના આદેશ અન્વયે માન.નાયબ કમિશનર સાહેબશ્રી ડી.જે.જાડેજાની સુચનાથી આસી.કમિશનર(ટેક્સ) કે.જી.ટોલીયાના માર્ગદર્શન નીચે ટેક્સ સુપ્રીટેન્ડન્ટ મનોજ રૂપાપરાની ટીમ દ્વારા પોલીસ વિભાગ નેત્રમ શાખાના સહયોગ થી CCTV ફૂટેજના આધારે BPMC એક્ટ ની કલમ નં.૨૪૪ તથા ૨૪૫ની જોગવાઈ હેઠળ ન્યૂસન્સ તેમજ દંડ ફટકારવવામાં આવેલ છે અને મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા આ કામમાં ઉપયોગ થયેલી રિક્ષા નં.GJ11UU2745 નિયમોનુસાર ન્યૂસન્સ તેમજ દંડની રકમ ભરપાઈ ન થયા સુધી કબ્જે કરવામાં આવેલ છે વધુમાં જણાવવાનું કે મહાનગરપાલિકા જુનાગઢની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર આવી પ્રવુતિ ન કરવા એક અખબાર યાદીમાં જણાવવામાં આવે છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!