GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

હેપ્પી બર્થ ડે- યુવા અને લોકપ્રીય I.T.એક્સપર્ટ

ભાજપ મીડીયા સેલ કન્વીનર ભાર્ગવ ઠાકરનો જન્મ દિવસ*

ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી નું સુકાન સંભાળી રહ્યા છે.

જામનગર (ભરત ભોગાયતા)

જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના મીડીયા કન્વીનર ભાર્ગવ ઠાકરનો આજે જન્મ દિવસ છે તેઓ આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી જામનગર શાખામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની સુકાન સંભાળી રહ્યાં છે, તેમજ યુવાન વયમાં પરીપક્વતા સમાન તેમનો વ્યવહાર પ્રસંશનીય રહ્યો છે

ઇન્ફર્મેશન-ટેકનોલોજીના સફળ અને એક્સપર્ટ વ્યવસાયીક હોવાની સાથે સામાજિક ક્ષેત્રે પણ તેઓ અગ્રેસર રહ્યા છે ખાસ કરીને રાજકીય ક્ષેત્રમાં, ભાજપના જે શિસ્તબદ્ધતા,રાષ્ટ્રપ્રેમ સહિતના નિષ્ઠા સભર સિદ્ધાંતો છે તેમને તેઓ સમર્પિત રહ્યા છે.

વિશેષ રૂપે જનસેવા અને વ્યાપક જન સમુદાયના જાહેર પ્રશ્નો અંગે હંમેશા સક્રિય રહેવા ઉપરાંત સોશ્યલ મીડિયા થકી જાગૃતતા પણ સર્ક્યુલેટ કરતા રહીને આ માધ્યમથી પણ લોકો સાથેનો સંપર્ક જાળવી નોંધપાત્ર રીતે પરિણામલક્ષી જહેમત ઉઠાવતા રહે છે

કોરોના જેવા કપરાકાળ હોય કે વાવાઝોડા,પુર,દુર્ઘટના જેવી આપતિના સમયે તેઓ લોકહિતમાં જરૂરી સંકલન સાધતા હોય છે જે લોકો માટે રાહતરૂપ બને છે
રાજકીય મહાનુભાવો,હોદેદારો,જન પ્રતિનિધીઓ પાસેથી હંમેશા માર્ગદર્શન મેળવતા રહેતા ભાર્ગવ ઠાકર અધીકારીઓ – કર્મચારીઓમાં પણ ચાહના ધરાવે છે
ખાસ કરીને પારીવારીક જીવનથી માંડી જાહેર જીવનમા સંવાદીતતા સાધવાની તેમની ખૂબીથી બહોળુ મિત્ર મંડળ ધરાવે છે અને સંગીત,શિક્ષણ,સંસ્કૃતિ,પરંપરા, સ્પોર્ટસ,ડીઝાસ્ટર મેનેજમેન્ટ,અર્થતંત્ર,વિકાસ,પ્રવાસ વગેરે ક્ષેત્રમાં કંઇને કંઇ પ્રદાન કરતા રહે છે સ્વયં જાગૃત રહી સંપર્કમાં રહેનાર સૌ ને જાગૃત રાખવાની વિશેષતા ધરાવતા ભાર્ગવ ઠાકરને
૯૭૨૭૩૯૬૯૬૦ નંબર ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

_______________

ભરત જી.ભોગાયતા

પત્રકાર (ગર્વ.એક્રેડેટ)

બીએસસી,એલએલબી, ડીએનવાય

જામનગર

8758659878

Back to top button
error: Content is protected !!