GUJARATJUNAGADHKESHOD

ભેસાણ તાલુકાના એસ.એસ.સી. પાસ ઉમેદવાર માટે ઉતમ તક

ભેસાણ તાલુકાના એસ.એસ.સી. પાસ ઉમેદવાર માટે ઉતમ તક

ભેસાણ તાલુકાના માંડવા પ્રાથમિક શાળા, માંડવા ગામના પી.એમ. પોષણ (મ.ભો.યો.) યોજના કેન્દ્રમાં કેન્દ્ર સંચાલક તરીકે નિમણુક અંગેની અરજી કરવાની રહેશે. જેમા એસ.એસ.સી. પાસ ઉમેદવાર (એસ.એસ.સી પાસ ઉમેદવાર નહીં મળે તો ધોરણ ૭ પાસ ઉમેદવાર પસંદપાત્ર ગણાશે), જેમની લઘુતમ વય મર્યાદા ૨૦વર્ષ અને મહત્તમ ૬૦વર્ષ સુધી રહેશે. જેમાં નિયત માનદ વેતનથી ખંડ સમય માટે નિમણૂક આપવાની થાય છે. જેમાં ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી ફોર્મ ભરી જરૂરી તમામ આધાર પુરાવા સાથે ૨૭ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં કચેરી સમય દરમિયાન અરજી મોકલી આપવાની રહેશે ઉમેદવારોને રૂબરૂ મુલાકાત પ્રશ્નોત્તરી માટે કચેરી તરફથી રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે જણાવેલ સમય અને તારીખે અચૂકપણે અસલ પ્રમાણપત્રો અને આધાર પુરાવા સાથે સ્વખર્ચે હાજર રહેવું તેમ ભેસાણ મામલતદારશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!