Rajkot: જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નવા ૭ પ્રશ્નો તેમજ ૮ પેન્ડીંગ પ્રશ્નોની સમીક્ષા કરતા જિલ્લા કલેકટરશ્રી

તા.૨૬/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાયેલ આ કાર્યક્રમમાં નવા ૭ પ્રશ્નો તેમજ ૮ પેન્ડીંગ પ્રશ્નોની સમીક્ષા કરવામા આવી હતી.
નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે સ્થાનિક કક્ષાએ તાલુકા તેમજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. આ ઉપરાંત, રાજ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ પણ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાય છે. ત્યારે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં ટી.પી. શાખાને લગતા પ્રશ્ન, સિંચાઈ વિભાગ માર્ગ અને મકાન વિભાગ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, નેશનલ હાઈવે સહિતની કચેરીઓમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા જિલ્લા કલેકટરશ્રીએ કરી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન સહિત સંબંધિત સરકારી ઊઅધિકારીઓશ્રીઓ તેમજ અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





