GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: છાંસીયા ગામમાં ઈજાગ્રસ્ત ગૌવંશને સારવાર આપીને પીડામાંથી મુક્તિ અપાઈ

તા.૨૬/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગત તા. ૨૩ ડિસેમ્બરના રોજ જસદણ તાલુકાના છાંસિયા ગામે એક વાછરડી ફ્રેકચરથી પીડાતી હતી. ખેડૂત દ્વારા ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનમાં ફોન થી જાણ કરવામાં આવી હતી.

કોલ મળતાની સાથે ડો. દાનીશ બાદી પશુ એમ્બ્યુલન્સ (MVD) સાથે સ્થળ પર સમયસર પહોંચીને તેને યોગ્ય સારવાર આપી હતી. વાછરડીને યોગ્ય અને સમયસર સારવાર મડતા તે પીડામાંથી મુક્ત થઈ હતી.આમ, ટીમે સારવાર કરીને ગૌવંશને પીડામાંથી મુક્તિ આપી હતી. પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરશ્રી પરેશભાઈ અને પ્રોજેક્ટ મેનેજરશ્રી પ્રિયાંકભાઈ તેમજ સ્થાનિકોએ સરાહનીય કામગીરી બદલ ટીમને બિરદાવી હતી, તેમ એનિમલ હેલ્પલાઇનની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!