ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના સામાજિક આગેવાન ચંદ્રકાંત વસાવાની ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી

ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના સામાજિક આગેવાન ચંદ્રકાંત વસાવાની ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી 


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના ક્રિકેટ પ્રેમી અને સામાજિક આગેવાન ચંદ્રકાંત વસાવાની સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, વાઘોડિયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમાજના આગેવાનોની સર્વ સંમતિથી તેઓની ગુજરાતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, અગાઉ પણ ચંદ્રકાંત વસાવા સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ નિભાવી રહ્યા હતા હવે તેઓની સમસ્ત વસાવા સમાજના પ્રમુખ પદે વરણી થતાં તેઓએ સમગ્ર ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ તેમજ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, વધુમાં તેઓએ સમાજની પડખે હર હંમેશ રહેવા માટે આગળ રહીશ તેમ જણાવ્યું હતું, ચંદ્રકાંત વસાવાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા તેઓ ના સમર્થકો મા ખુશી વ્યાપી જવા પામી હતી, અને નવ નિયુક્ત પ્રમુખ ને તેઓના સમર્થકો દ્વારા સોશ્યલ મીડિયામા તેમજ રૂબરૂ મુલાકાત કરી મુબારક બાદ પાઠવી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી



