BHARUCHGUJARAT

વાગરા: મામલતદારે ગેરકાયદે ખનીજ વહન કરતા હાઈવાને જપ્ત કર્યો, 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સમીર પટેલ, ભરૂચ

ગેરકાયદેસર ખનીજનું ખનન અને વહન તંત્ર માટે પણ પડકારૂપ બની ગયુ છે. ત્યારે ખનીજ ચોરી અટકાવવા માટે વાગરા મામલતદારની ટીમે ઓચિંતુ ચેકિંગ કાર્ય હાથ ધર્યુ હતું. તે દરમિયાન પખાજણ – રહીયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઈવા ટ્રકનું ચેકીંગ કરતા તેમા ૩૬.૩૬ મે.ટન સાદી રેતી ખનીજનુ ગેરકાયદેસર રીતે વહન કરી વાણીજ્ય ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેનો મામલતદારે સીઝર હુકમ કર્યો હતો. અને ગુજરાત ખનીજ ગેરકાયદે ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો – ૨૦૧૭ ના ભંગ બદલ વાહન જપ્ત કર્યું હતુ. વાહન નંબર જી.જે ૧૬ AW-૦૭૪૪ જેની અંદાજીત કિંમત રૂ.૩૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ સદરહું વાહનનો કબ્જો વાગરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પંથકનાં માર્ગો પર તંત્રના અચાનક ચેકિંગથી ખનીજ ચોરી કરીને દોડતા વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

Back to top button
error: Content is protected !!