BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર તપોધન બ્રાહ્મણ યુવા ટ્રસ્ટ સંચાલિત ​યુવા સંગઠન દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયું

1 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ભૂદેવોની પીચ પર ચોગ્ગા , છગ્ગા સાથે ધમાકેદાર બેટિંગ જોવા મળી પાલનપુર તપોધન બ્રાહ્મણ યુવા ટ્રસ્ટ સંચાલિત બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા પ્રિમિયર લિંગ (T. B. P. L ) દ્વારા pcc ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ નવા ગંજ બજાર જગાણા રોડ પાલનપુર ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વગદા, વડગામ, જલોત્રા, માલણ, મેમદપુર, રૂપાલ, ગામની અલગ અલગ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં વગદા ગામના સાજારા રીયલટી ટીમના કેપ્ટન ભાવેશભાઈ રાવલ, વાઇસ કેપ્ટન સાવનભાઈ રાવલ, ટીમ વિજેતા બની હતી. વગદા ટીમ વિજેતા થવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બેસ્ટ મેન આશિષભાઈ રાવલ મેન ઓફ ધ સીરીઝ વિરાટભાઈ રાવલ, બેસ્ટ બોલર જતીન રાવલ, બેસ્ટ પરફોર્મન્સ રવિ રાવલ, બેસ્ટ વિકેટકીપર કિશન રાવલ નું સન્માન કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચ વગદા ઇલેવન ટીમ વિજેતા બની હતી.

Back to top button
error: Content is protected !!