GUJARATJUNAGADHKESHOD

કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખ માંડવિયાના પ્રયાસોના પરિણામે કુતિયાણા અને માણાવદર તાલુકાના ગામોને રવિ સીઝનમાં મળશે સિંચાઈનું પાણી

કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખ માંડવિયાના પ્રયાસોના પરિણામે કુતિયાણા અને માણાવદર તાલુકાના ગામોને રવિ સીઝનમાં મળશે સિંચાઈનું પાણી

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાની રજૂઆતના પગલે બાંટવા-ખારો જળ સંપત્તિ યોજનામાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખ માંડવિયાને રવિ સીઝનમાં કુતિયાણા અને માણાવદર તાલુકાના ગામના ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે તેવી માટે રજૂઆત શ્રી રમેશભાઇ ઓડેદરા(પટેલ)એ કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રીએ પોતાના મત વિસ્તારના ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારને બાંટવા-ખારો જળ સંપત્તિ યોજનામાંથી છોડવા માટે રજૂઆત કરી હતી. કેન્દ્રીયમંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાની રજૂઆતને તાત્કાલીક ધ્યાને લઈને રાજ્ય સરકારે બાંટવા-ખારો જળ સંપત્તિ યોજનામાંથી સિંચાઈ માટે પાણી છોડવાની મંજૂરી આપી છે. રવિ સીઝનમાં કુતિયાણા અને માણાવદર તાલુકાના પાણી મળતા ખેડૂતોને ચણા અને અન્ય પાકોના ઉત્પાદનમાં મોટો લાભ થશે. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખ માંડવિયાના પ્રયાસો અને રાજ્ય સરકારના નિર્ણયને પરિણામે કુતિયાણા અને માણાવદર તાલુકાના ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઇ છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!