GUJARATKUTCHMANDAVI

ભુજની સનરાઈઝ એકેડમીના વાર્ષિકોત્સવની ટાઉન હોલ મધ્યે રંગેચંગે ઉજવણી કરાઇ.

શાળાના દશ વર્ષ પૂર્ણ થતા વિવિધ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

શિક્ષણ, રમતગમત તેમજ અન્ય બાહ્ય પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શિક્ષક-વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા.

ભુજ,તા-૦૧ જાન્યુઆરી : ડી.જે.એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભુજની સનરાઈઝ એકેડેમીના દસ વર્ષ પૂર્ણ થતાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે વાર્ષિકોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવેલ હતી. સંસ્થાના પ્રમુખ શ્રી નાદિરભાઇ દામાણીએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકેલ હતો. ત્યારબાદ માં શારદે વંદના તેમજ ગણેશ સ્તુતિ દ્વારા કાર્યક્રમને આગળ વધારતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, નૃત્ય, ગીત, વગેરેના માધ્યમથી સફાઈ અભિયાન, સોસીયલ મિડીઆની આડ અસર, ભારતીય સંસ્કૃતિનુ મહત્વ, રાઇટ ટુ એજ્યુકેશન, પાણી બચાવો તેમજ રાષ્ટ્રવાદ વગેરેને ઉજાગર કરતી થીમને વણી લેવામાં આવેલ હતી. સાથે સાથે મનોરંજન માટે ગુજરાતના લોકપ્રિય રાસ ગરબાની રમઝટ પણ જમાવવામાં આવેલ હતી અને શારીરિક ક્ષમતા તેમજ સંતુલનના સુભગ સમન્વયરુપ પિરામિડ પણ રજૂ કરવામાં આવેલ હતા. વળી, વિશેષમાં વાર્ષિકોત્સવ નિમિત્તે શૈક્ષણિક, રમતગમત, ઇતર પ્રવૃત્તિ તેમજ અન્ય બાહ્ય પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું ટ્રસ્ટીશ્રીઓના વરદ હસ્તે વિશેષ સન્માન કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાની વિધાર્થીનીઓ ધ્યાની જાની, યશ્વિની તનવર તેમજ નિત્ય જેઠીએ કરેલ હતુ. આભારવિધિ શાળાના સી.ઇ.ઓ. શ્રી ધનાણીબેન દ્વારા કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી ક્રિષ્નાસાહેબ મહેતાના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ ખાસ જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!