
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભિલોડા તાલુકામા ભટેળા ગામ પાસે અક્સ્માતમા એક જ ગામના 3 યુવકના મોત નીપજ્યા અન્ય 1 સારવાર હેઠળ
અકસ્માત એક એવી ઘટના છે જે ક્યારે કહીને થતી નથી અને જેના કારણે કેટલીક વાર જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે બાઈક ચાલકોના અકસ્માતમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહયો છે અરવલ્લી જિલ્લાની અંદર એક પછી એક બાઇક અકસ્માતના બનાવો સામે આવતા જોવા મળી રહ્યાં છે
ભિલોડાના ભટેળા ગામ પાસે બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો જેની અંદર અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગલફત ભરી રીતે બેદરકારીથી બીજાની જિંદગી જોખમાય તે રીતે અજાણ્યા બાઈક ચાલકે પાછળના ભાગેથી પલ્સર મોટરસાયકલ ને ટક્કર મારી હતી જેની અંદર મોટરસાયકલના વિજયભાઈ તેમજ બાઇક પર બેઠેલ શંકરભાઈ રતિલાલ બરંડા તથા શૈલેશભાઈ માધુભાઈ બરંડા તથા કલ્પેશભાઈ રમેશભાઈ ને ટક્કર મારી વાહન ચાલક પોતાનું વાહન લઇ નાસી ગયેલ. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પોંહચતા વિજયભાઈ,શંકરભાઈ,શૈલેષભાઈ ના મોત નીપજ્યા હતા. અન્ય એક યુવક કલ્પેશભાઈને ઈજાઓ પોહચતાં સારવાર અર્થેએ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમ આ અકસ્માતમાં કુલ 3 લોકોના મોત નિપજ્યા હતાં. ભિલોડા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે




