
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ગેડ, રખાપુર, બિટી છાપરા ગામે બોરવેલના કેબલ વાયર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો, 5 આરોપી પૈકી 3 આરોપીઓ ઝડપાયા
મેઘરજ તાલુકાના બીટીછાપરા, રખાપુર અને ગેડ ગામોમાં બોરવેલના કેબલ વાયરની થયેલી ચોરીના ગુનાઓનો પોલીસ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ અંગે બીટીછાપરા ગામના ખેડૂત સવજીભાઈ ધનજીભાઈ બરંડાએ ઇસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ, બીટીછાપરા ગામની સીમમાં આવેલા સર્વે નં. 69ના ખેતરમાં આવેલા બે બોરવેલમાંથી એક બોરમાંથી આશરે 20 ફૂટ અને બીજા બોરમાંથી આશરે 300 ફૂટ મળી કુલ 320 ફૂટ કેબલ વાયર ચોરી કરવામાં આવ્યો હતો. ચોરાયેલા કેબલ વાયરની કિંમત અંદાજે ₹ 7,200 હતી.આ ઉપરાંત રખાપુર પ્રાથમિક શાળાની સામે આવેલા બોરવેલમાંથી આશરે 300 ફૂટ કેબલ વાયર, જેની કિંમત ₹ 7,000 હતી, તેની પણ ચોરી કરવામાં આવી હતી. ગેડ ગામમાં મગનભાઈ ભીખાભાઈ ચમાર અને બાબુભાઈ કોહ્યાભાઈ ચમારના અલગ-અલગ ખેતરમાં આવેલા બે બોરવેલમાંથી 300-300 ફૂટ મળી કુલ 600 ફૂટ કેબલ વાયર, જેની કિંમત ₹ 14,000 હતી, તેની પણ ચોરી થઈ હતી.
આ રીતે ત્રણેય સ્થળેથી કુલ 1,220 ફૂટ કેબલ વાયર, કિંમત ₹ 28,200નો મુદ્દામાલ અજાણ્યા ચોરો ચોરી કરી ગયા હતા.
ફરિયાદી સવજીભાઈએ જણાવ્યું કે 5 જુલાઈએ બોરવેલની મોટરો અને કેબલ વાયર યથાવત હતા, પરંતુ 13 જુલાઈએ ખેતરમાં જતાં બંને બોરવેલમાંથી કેબલ વાયર ગાયબ જોવા મળ્યા હતા. પરિવારજનો સાથે શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં અંતે મેઘરજ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્રણેય સ્થળોએ થયેલી કેબલ વાયર ચોરીની ઘટનાઓ વચ્ચે કડી જોડાઈ હતી અને સમગ્ર મામલાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો અને આરોપીઓને ઇસરી પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ગુન્હામાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા હતાં જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તમેજ ધરપકડ કરેલ આરોપીઓમાં અજયભાઈ વસંતભાઈ કટારા રહે ધોરાપાણા, કમલેશભાઈ ઉર્ફ કિટ્ટુ રમણભાઈ નિનામા રહે કાનપુર રાજેસ્થાન, લાભશંકર ચંદુલાલ ભગોરા રહે કાનપુર રાજેસ્થાન, રાજેશભાઈ કાંતિભાઈ કટારા રહે ધોરાપાણા નો સમાવેશ થાય છે હાલ રાજેશકુમાર કાંતિભાઈ કટારા પોલીસ પકડથી દૂર છે ઇસરી પોલીસે ત્રણ આરોપીઓ ને ઝડપી પાડી કુલ 1220 ફૂટ વાયર માંથી 520 ફૂટ વાયર કબ્જે કરી રૂપિયા 12,500 /- રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ હાથ ધરવામાં આવી છે





