
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા – ૦૫ જાન્યુઆરી : કચ્છ લોકસભાની ઉત્સવપ્રિય જનતાને દીપોત્સવ અને નુતન વર્ષની શુભકામના પાઠવવા કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા પોતાના માદરે વતન ગામ સુખપર (રોહા) મધ્યે શ્રી રામદેવજી મહારાજ મંદિર ચોકમાં સ્નેહ મિલન, પાટકોરી અને ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ. ભવ્ય સંતવાણીમાં આ પ્રસંગે પધારેલ સ્નેહીજનો, શુભેચ્છકો, ભાજપના કાર્યકર્તાઓ, ગ્રામજનો, આસપાસના ગામો થી પધારેલ ભજનપ્રેમી જનતાએ ખુલ્લા દિલે કરેલ ગોરની રકમ સાંસદશ્રીએ આસપાસ ના ગામોમાં આવેલ ગૌશાળા અને પાંજરાપોળો, નીરણ કેન્દ્રમાં રોકડ અને ઘાસચારો અર્પણ કરેલ છે. જેમાં મુખ્યત્વે વરમસેડા, રોહા (સુમરી), ગંગોણ, સુખપર (રોહા) માનકુવા તેમજ અન્ય ૧૦થી ૧૨ ગામો માં આવેલ ગોરની રકમમાં તેમના પરિવાર વતી ઉમેરો કરી ગૌ શાળા – પાંજરાપોળો માં વિતરણ કરેલ અને ગાયમાતા ની સેવા કરતી સંસ્થાઓ, કાર્યકરો, કામદારો ને બિરદાવ્યા હતા.સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, ગૌ સેવા, પાંજરાપોળો ને મદદરૂપ બનવાનું મને સૌભાગ્ય મળ્યું. ભવિષ્યમાં પણ હું આવા સેવા કાર્યો માટે સદૈવ કાર્યરત રહીશ તેમ જણાવતા સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.



