
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે યોજાયેલ કલા મહાકુંભ-2024-25નું ભવ્ય ઉદ્ઘાટન
અરવલ્લી જિલ્લામાં કલા અને સંસ્કૃતિના રંગોથી છલકાતી એક અનોખી ઉજવણીનો આરંભ થયો છે. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે યોજાયેલ કલા મહાકુંભ-2024-25નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અરવલ્લી તથા શ્રી કે.એન.શાહ મોડાસા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યો છે.
આ બે દિવસીય કલા મહાકુંભમાં જિલ્લાના કલાકારોએ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે,નૃત્ય, સંગીત, નાટક, ચિત્રકલા સહિતની અનેક કલાઓનું અદભૂત મંચન કરવામાં આવશે..નિષ્ણાત નિર્ણાયકો દ્વારા આ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે અને વિજેતાઓને ઇનામો આપવામાં આવશે.કલામહાકુંભ માત્ર એક સ્પર્ધા નહીં પરંતુ કલા અને સંસ્કૃતિનું એક મહાસંગમ બની રહેશે,અહીં કલાકારોએ એકબીજા સાથેના અનુભવો શેર કર્યા અને નવી કલાત્મક પ્રતિભાઓને પ્રોત્સાહન મળ્યું.
જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે કલા મહાકુંભના સફળ આયોજન બદલ તમામ સંસ્થાઓ અને કલાકારોને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, આ પ્રકારના કાર્યક્રમો દ્વારા જિલ્લાની કલા અને સંસ્કૃતિને નવી ઉંચાઈએ લઈ જઈ શકાય છે.અને જિલ્લા સાથે રાષ્ટ્રીય કક્ષાએ પણ કલા પોહચે છે અને તેને બિરદાવવામાં આવે છે જેનાથી પ્રતિભાશાળી બાળકલાકારોને પ્રોત્સાહન મળશે.ખુબજ સુંદર આયોજન થકી તેમની કલા લોકો સુધી પોહચાડવા માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળ કોશિશનો ભાગ છે.આ કલા મહાકુંભ દ્વારા અરવલ્લી જિલ્લો કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે એક નવો અધ્યાય લખી રહ્યો છે. આ કાર્યક્રમ દ્વારા જિલ્લાની યુવા પેઢીને પ્રેરણા મળશે અને તેઓ કલાના ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ હાંસલ કરશે.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી,મોડાસા પ્રાંત અધિકારી,નગરપાલિકા પ્રમુખ,કે.એન.શાહ સ્કૂલમાં પ્રમુખ,તેમજ અન્ય વિભાગીય અધિકારી ઓ અને રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી ઓ તેમજ ખુબજ મોટી સંખ્યામાં બાળકલાકારો અને શિક્ષકો વાલીઓ ઉપસ્થિત રહ્યા.





