
નરેશપરમાર. કરજણ,
કરજણ તાલુકાની લીલોડ સરકારી માધ્યમિક શાળા એ ગ્વાલિયર ખાતે લોક નૃત્ય સ્પર્ધા માં ભાગ લીધો
નેશનલ કક્ષાના લોક નૃત્ય સ્પર્ધા નું આયોજન ગ્વાલિયર ખાતે કરવામાં આવેલ હતું જેમાં ગુજરાત રાજ્યમાંથી સરકારી માધ્યમિક શાળા લીલોડ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રતિનિધિત્વ કર્યું હતું
Ncert નવી દિલ્હી અને NPEP ના સંયુક્ત ઉપક્રમે નેશનલ કક્ષાનો રાષ્ટ્રીય લોક નૃત્ય સ્પર્ધા નું મધ્યપ્રદેશ સ્થિત રાણી લક્ષ્મીબાઈ ફિઝિકલ સંસ્થાન ગ્વાલિયર ખાતે તારીખ 5 1 2025 થી 8 1 2025 દરમિયાન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાતની વડોદરા જિલ્લાની સરકારી માધ્યમિક શાળા લીલોડ તાલુકો કરજણ જીલ્લો વડોદરા એ નેશનલ કક્ષાએ ભાગ લીધેલ હતો જેમાં રાષ્ટ્રીય લોક નૃત્ય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રતિનિધિત્વ કરવા બદલ શાળાના આચાર્યશ્રી કે બી પરમાર સાહેબ તેમજ સમગ્ર ગ્રામજનો હર્ષ ની લાગણી અનુભવે છે અને વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને તેમજ માર્ગદર્શક શિક્ષક શ્રી અનિલ કુમાર એમ પરમાર તથા મિતલબેન આર પટેલ ને શુભેચ્છા પાઠવે છે . સમગ્ર કાર્યક્રમ ના ગુજરાત રાજ્યના કોઓર્ડીનેટર તરીકે શ્રી વિશ્વજીત યાદવ સર ન પણ પૂર્ણ સહયોગ મળેલ હોય યાદવ સરનો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવે છે.




