BHARUCHGUJARAT

દહેજના કેસમાં 11 વર્ષથી વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ:આરોપી બિહાર ભાગી ગઈ હતી, ભરૂચ આવતા ઓસારા માર્ગ પર બાતમીના આધારે પોલીસે પકડી પાડી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના મહિલા પોલીસ મથકમાં દહેજ માટે માનસિક ત્રાસ આપવો મારઝુડ કરવી સહિતની કલમો અંગની ફરિયાદ નોંધાઈ હતી.આ ગુનામાં છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ આરોપી બિહાર ભાગી ગઈ હોય મહિલા પોલીસે માહિતીના આધારે ભરૂચ આવતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ તથા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપી હતી.જે અનુસંધાને ભરૂચના મહીલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સપેકટર વી.એ.આહિરે તેમના પોલીસ મથકના ગુનાઓનો અભ્યાસ કરીને પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી.જેમાં વર્ષ 2014માં મહિલા પોલીસ મથકમાં ફરિયાદી મહિલાએ તેના સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે મહિલાની ફરિયાદના આધારે તેના સાસુ, સસરા અને નણંદ સામે દહેજ માટે માનસિક ત્રાસ આપવો મારઝુડ કરવી સહિતની કલમો મુજબનો ગુનો નોંધ્યો હતો.
જેમાં પોલીસે મહિલાના સાસુ -સસરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ સમયે ફરિયાદી મહિલાની નણંદ અર્ચના સુરેશભાઇ યાદવ પંસારીગામ તા.ભરતપુરા જિ-પટના બિહાર ભાગી ગઈ હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી.આ મામલે મહિલા પોલીસ ટીમે માહિતીના આધારે છેલ્લા 11 વર્ષથી બિહાર રાજ્ય ના વોન્ટેડ આરોપી અર્ચના સુરેશ યાદવને ભરૂચના જી.ઇ.બી સ્ટેશન પાસે ઓસારા રોડ પાસેથી ઝડપી પાડી હતી.પોલીસે તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!