GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર GPCBના દરેક ઇજનેરોની એક સાથે બદલી

 

બોર્ડે ઉતાવળ કરી કે ચોક્કસ કારણથી પગલુ? કારણ અકળ-અમુક ઓર્ડર હવે ફરી પણ શકે–કોની સાનુકુળતા માટે એક સાથે ૧૭૦ બદલીઓ થઇ?તે અંગે અનેક ચર્ચાઓ

જામનગર (ભરત ભોગાયતા)

જામનગર GPCBની રીજનલ ઓફીસના દરેક ઇજનેરોની એક સાથે બદલી થઇ છે જોકે રાજ્યભરમા આર.ઓ. કચેરી કક્ષાએ ઘણા ફેરફારો ખાસ કરી ટેકનીકલ સાઇડ થયા છે ત્યારે
પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ઉતાવળ કરી કે સમજણ ભર્યુ પગલુ? કે કોઇ ફરીયાદોના પગલે છે કે કોઇ ઇનફ્લ્યુઅન્સરના દબાણમાં બદલીઓ થઇ છે??….વગેરે વગેરે વાત ચર્ચાય છે બીજી તરફ બદલી એ સરકારી ફરજનો ભાગ જ છે સરકારી કર્મચારીઓ અધીકારીઓ માનસીક રીતે તે માટે સજ્જ હોય છે પરંતુ બદલીઓ કે કામ ફેરફાર ઉચીત સમયે થાય તો સર્વ સ્વીકૃત ગણાય પણ ઓંચિંતા જ કોઇ એક સતાવાહક એક સાથે ભલે ઓર્ડર કરે પણ તેમાં કર્મચારીઓ અધીકારીઓને માનસીક ડીસ્ટર્બન્સ થશે કે કેમ?? આ નિર્ણયથી તેમની ફરજ કે કાર્યક્ષમતા કે કાર્યશૈલીમાં ફરક પડશે કે કેમ તે વિવેક બુદ્ધીથી તે સતાવાહક વિચારે તો એકંદર વહીવટ સુગમ રીતે ચાલી શકે પરંતુ હાલના ઓર્ડર જોતા અમુક ઓર્ડર હવે ફરી જવાની શક્યતા છે અને જામનગર આર.ઓ. પી.બી.ભટ્ટ સિવાય દરેક ઇજનેરોની બદલી થઇ છે તે પણ ચર્ચા સાથે સમીક્ષાજનક છે

સાવ સરળ રીતે કહીએ તો
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, જામનગરમાં ગાંધીનગર થી થયેલ ઓર્ડર મુજબ એકમાત્ર પ્રાદેશિક અધિકારી જી. બી. ભટ્ટ સિવાય અન્ય સર્વે અધિકારી અને કર્મચારી ની બદલી કરવામાં આવેલ છે અને આ
તાજેતરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માં થયેલ ટ્રાન્સફર ઓર્ડર ના અનુસંધાને બી. એન. પટેલ ,વરિષ્ટ વૈજ્ઞાનિક અધિકારી ની લેબોરેટરીના વડા તરીકે તેમજ અન્ય બે વૈજ્ઞાનિક અધિકારી અને એક વૈજ્ઞાનિક મદદનીશ તેમજ ત્રણ મદદનીશ પર્યાવરણ ઇજનેર ને અત્રે જામનગર ખાતે નિમણૂક કરવામાં આવેલ છે

ખુભલાંબા સમય બાદ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૧૭૦ જેટલા કર્મચારીઓ અધીકારીઓની બદલીઓના ઓર્ડરમાં દસ ટકા હુકમ જ સ્વ વિનંતી વાળા છે બાકી જાહેર હિતમાં છે અને કોઇપણ સરકારી વિભાગ બદલીઓ કરે ત્યારે જાહેર હિતમાં એવુ સામાન્ય રીતે લખે જ છે ત્યારે જાહેર સમજાય “હિત”શબ્દ અનેક અર્થસભર હોય છે

હવે આ વિભાગનું કામ છે પ્રદુષણ નિયંત્રણ કરવાનુ….પરંતુ આ વિભાગમાં પ્રદુષણ નિયંત્રણ સિવાયનું જ બધુ કામ થાય છે…….તેમ બહારથી વિહંગાવલોકન કરનાર ને સહેજે પ્રાથમીક રીતે કે અનુભવથી લાગે છે અને બધું જ કોઇ બે પાંચ વ્યક્તિ જ હેન્ડલ કરે છે જેઓને વહીવટી હિત ,જાહેર હિત વગેરે સાથે લાગતુ વળગતુ નથી,તેમજ જેઓ રીજનલઓફીસ કે ફીલ્ડ વર્કને પ્રોત્સાહન આપવુ નેૈતિક હીંમત કે જુસ્સો પુરો પાડવો …..વગેરે કરતા નથી માટે અધીકારી કે કર્મચારી ઉપર જ બધુ થોપી બેસાડાય છે….કે….”તમને કોણે કીધુ હતુ આમ કરવાનુ….” વળી સીસ્ટમમાં કઇ પુછવાનુ થાય તો ઉપરથી કેડર વાઇઝ પુછવુ જોઇએ એ વ્યવસ્થા છે તેના બદલે ઉચ્ચ કક્ષાએથી સીધા જ કન્સર્ન કર્મચારી કે અધીકારી સાથે સીધી વાત ઉપરથી ઘણી વખત થાય છે અને સ્વાભાવિક છે કે તે એપ્રીસીએશન માટે તો નહી જ થતી હોય….હા એઝ પર બુક…કામ કરવુ અઘરૂ છે,રૂલ્સ, અધિનિયમ , નોટીફીકેશન ,ઠરાવ,પરિપત્ર વગેરેના સંપુર્ણ પાલન દર વખતે શક્ય પણ નથી અને હવે તો એક હુકમકે પરીપત્ર ને કર્મચારી સમજી લે તો ઘણી વખત બીજો પરીપત્ર એ જ વિષયનો આવી જાય છે “તે” પરીપત્ર રદ ગણવો કે એવુ કંઇક….!! બદલીઓમાં પણ છેલ્લા વરસોમાં ઘણા ઓર્ડર રદ થયા કે ફેરફાર થયા છે(આ મુદાઓ દરેક વિભાગને લાગુ પડે છે) બીજી તરફ મોટા ભાગના અધીકારીઓ કર્મચારીઓ જાણે પોતેજ કોમ્પ્યુટર ઓપરેટર કે ડેટા ઓપરેટર હોય તેવુ લાગે છે કોણ જાણે કેમ બધા જ મથ્યા કરે છે સારૂ ચિત્ર ઉપસાવવા…..જોકે તે બધા જ ને અંતરાત્માથી સંતોષ કદાચ હશે કે કેમ?? પોતાની કામગીરી દર્શક પત્રકોથી, કેમકે ગ્રાઉન્ડ રીયાલીટી અલગ જ હોય છે…….આવા અસંખ્ય મુદાની લોકો ચર્ચા કરતા સાંભળવા મળે છે પરંતુ હકીકત એ નથી હકીકત એ છે કે ગુજરાત સરકાર સેવા,સંકલ્પ,સમર્પણ ને વરેલી સરકાર છે અને આ સદગુણોની સરકારની કે સરકાર ચલાવનાર બેક સીટ ડ્રાઇવની પોતાની વ્યાખ્યા છે માટે તે વ્યાખ્યામાં ફીટ બેસે તે બધા જ કામ બરાબર અને બાકીના બરાબર નહી…..આ લેવલથી આ સ્ટાન્ડર્ડથી (જેને લેવલ કહેવાય કે નહી સ્ટાન્ડર્ડ કહેવાય કે નહી….તે પણ પ્રશ્ર્ન છે)બધુ ચાલે છે અને તેમાં ખુશામતખોરો,અંગત લાભ કરી આપનારા લોકો જેવા ફાવી જાય છે અને દરેક ક્ષેત્રમાં ગ્રાઉન્ડ રીયાલીટી એવી વરવી થતી જાય છે દિવસે દિવસે પરીસ્થિતિ કથળતી જાય છે જે દિલ ઉપર હાથ રાખી અમુક સરકારી કર્મચારીઓ અધીકારીઓ સ્વીકારે પણ છે પરંતુ બોલી શકતા નથી કેમકે જો કોઇ સાચો ચિતાર આપવા લાગે તો તેમને સીસ્ટમ્સના વિરોધી ગણાય છે ત્યારે ખબર પડે છે કે સીસ્ટમની વ્યાખ્યા હાલ અમુક વરસોથી જુદી છે કદાચ ….જુજના હાથમાં જ સતા . … …એવો પણ અર્થ હોઇ શકે …અને આ જુજ ને નાગરીકો નથી દેખાતા મત અને ફંડ એમ બે જ દેખાય છે માટે બાકીનું બધુ ગમે તેમ ચાલે તે જોવાના ચશ્મા હાલ પહેરાયેલા નથી ….તેવુ બધુ ચાલે છે તેમ પણ સમીક્ષાઓ થાય છે અને ચોમેર ચર્ચાઓ છે કે લોકોના કામ થતા નથી…અને પ્રદૂષણ નિ.બો. પુરતુ જોઇએ તો પ્રદૂષણ વધતુ જ જાય છે અને બલ્કમાં પ્રદુષણ કરનારા પ્રદુષણ નિયંત્રણ નથી કરતા પરંતુ પ્રદુષણ નિયંત્રણ કરનારાઓને કે એ માટેની સીસ્ટમને ચોક્કસ નિયંત્રણ કરે છે ……વગેરે જેવા અનેક તારણો ને કારણો પણ લોકોની ચર્ચામાં હોય છે અને એકંદર બધુ જ બરાબર નથી ચાલતુ અને બધુ જ અનિયંત્રીત ચાલ્યા રાખે છે માત્ર સારૂ સારૂ બોલ્યા, તાકીદ કરી, સુચના આપી…વગેરે બોલવાનુ તો ખરૂ પણ બોલ્યા પહેલા પોસ્ટ મુકાઇ જવી જઇએ….બસ એ જ લક્ષ્યથી સરકારી સીસ્ટમ ઉપરથી નીચે સુધી કામ કરે છે તેમજ બીજુ એ કે દરેકને તેની સતા કાર્યદક્ષતા અને સમયની માંગ મુજબ પગલા લેવાની પણ સતા નથી ….હા ઉપરથી જે બે પાંચ સરકાર ચલાવે છે એને જરૂર પડે તો અમુક કર્મચારીઓ અધીકારીઓને એવી ફરજ પાડે છે કે વિશીષ્ટ એક્શન લે પરંતુ આખરી નિર્ણય ન લે , આવુ એટલા માટે સરકારી ચોક્કસ તંત્રની લાલ આંખ અનુભવનાર આ જે બે પાંચ સતાવાહકો છે તેમની પાસે વિશિષ્ટ એક્શન નો ભોગ બનેલ હાજરી પુરાવવા જાય …..!! જે આ સમજણ ધરાવે છે તેમને ઘણુ બધુ કરવાની તેમજ ઘણુ ન કરવાની છુટ છે બસ પ્રચાર વાઘા પહેરાવેલો થયા કરવો જોઇએ બાકી સતા ઉપરથી નીચે દરેક ને નથી, હા વખાણ કરવાની જ સતા છે……..જેમકે સર્વર ડાઉન ચાલતા હોય પણ ઓનલાઇન એપ્લાય થઇ સહાય મેળવવાની જાહેરાત પહેલા થયા જ કરે …થયા જ કરે….સમગ્ર સીસ્ટમ તે માટે તૈયાર હોય કે ન હોય જાણકાર હોય કે ન હોય ત્યાં તો….”અમે કર્યુ”ના ગાણા ગવાતા હોય છે…..તેમ અનેક સમીક્ષકો જણાવે છે….અનેક ચર્ચાઓ થાય છે વ્યાપક ટીકા થાય છે ખુદ સીસ્ટમના સરકારી બિનસરકારી કે રાજકીય ક્ષેત્રના અમુક વ્યક્તિઓ પણ વ્યથીત છે……તેવુ સાંભળવા મળ્યુ છે……આ બધી જ અકળાવનારી બાબત અંગે ગાંધીનગરના એક અનુભવી અધીકારીનો અભિપ્રાય લેતા તેમણે તટસ્થ અભિપ્રાય આપ્યો કે ગુજરાતમાં દરેક સરકારી સીસ્ટમ સુચારૂ ચાલે છે, કામ થાય તેનો જ પ્રચાર થાય છે, સરકાર દરેક લોકોનુ હિત વિચારે છે અને ગરીબ,યુવાઓ,મહિલાઓ,ખેડૂતોના આરોગ્ય,શિક્ષણ,સલામતી,રોજગાર,સુવિધાઓ વગેરે માટે સતત ચિંતિંત છે અને ઘણી વખત નાગરીકોની સેવા માટે વારંવાર એકજ પ્રકારનુ કામ કે યોજના જુદા નામથી કે જુદી જોગવાઇઓ સાથે કર્યે જ રાખે છે એ સેવા સાકાર ન થાય ત્યા સુધી સરકાર જે કરવાનુ છે તે કહ્યે જ રાખે છે જેથી લોકોને ખ્યાલ આવી જાય કે પહેલા ભલે ન થયુ પણ હવે થશે અથવા થોડા વરસો પછી થશે અને અગાવ કીધુ જ હતુ ત્યારે ન થયુ તેનો હરખ ધોકો કરવાની સંકુચિતતા સરકારની જરાપણ નથી અને અમે આટલુ આટલુ આટલા વરસોમાં કરીશું નુ રટણ લોકોને સુશાસન આપવાના ઉમદા હેતુ થી કરે છે…..જેથી આજ નહી તો કાલ કે અમુક વરસ સુધીમાં કઇક લોકહિતમાં થશે તેવુ પ્રજા માનસમાં અંકિત થાય તેવો સરકારનો પ્રયાસ હોય છે ભલે સતામાં જ હતા ને ઘણુ ન થઇ શક્યુ તો હવે કરીશુ….તે ધ્યેય ને હકારાત્મકતાથી લેવાની હાલની બે અઢી દાયકાથી રહેલી સરકારની પ્રજાલક્ષી –રાજ્ય લક્ષી નિતિ છે માટે સરકારની ટીકા કરવી તે યોગ્ય નથી અને અસ્થાને છે માટે સમજણ વગરના આક્ષેપ કરવા જોઇએ નહી તેમ આ ઉચ્ચ અધીકારીનો અભિપ્રાય કહે છે.

જામનગની પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીની વાત કરીએ તો વર્ષ ૨૦૦૦ થી લગાતાર અહી કાર્યદક્ષ અધીકારીઓ અને કર્મચારીઓ મળ્યા છે ઇજનેરો પણ પર્યાવરણ જાળવવાના ધ્યેય સાથે કાર્યરત રહ્યા છે કચેરી દ્વારા નિયમીત તપાસણી,રીપોર્ટીંગ,ઉપરથી આવતી સુચના મુજબ પગલા લેવા સહિતની કામગીરી અવિરત ચાલે છે નમુના લેવાય છે પરીક્ષણ થાય છે તેના આકલન મુજબ જરૂરી ડાયરેક્શન લગતોને અપાય છે તેમજ વિવિધ વેસ્ટ નિકાલ અંગે ડ્યુ પ્રોસેસ થાય લોકોમાં ોર્યાવરણ અંગે અવેરનેશ વધે તે દિશામાં સૌ પ્રયત્નશીલ રહે છે તેમજ જામનગર અને દ્વારકા એમ બંને જિલ્લાના કાર્યક્ષેત્રમાં આર.ઓ.ના માર્ગદર્શન હેઠળ દરેક સ્ટાફ સોંપાયેલી ફરજ બજાવે છે પચીસ વર્ષમાં આ કચેરીએ અમુક પડકારોના સામના કર્યા છે વિકટ અને દ્વિધાભરી સ્થિતિઓ જોઇ છે પરંતુ તેમાંથી સાંગોપાંગ આ કચેરી પસાર થઇ ગઇ છે અને પ્રદુષણ નિયંત્રણની દિશામાં કચેરી ગતિ કરી રહી છે જેના સારા પરીણામો ચોક્કસ મળશે જ તેવી જાણકારો આશા સેવે છે

________________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!