GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી બે  શખ્સોએ આધેડને માર માર્યો 

 

MORBI મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી બે  શખ્સોએ આધેડને માર માર્યો

 

 

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રમેશભાઈ બાબુભાઇ સાતોલા ઉવ.૪૬ ને આજથી બારેક મહિના પહેલા ત્રાજપર ખારીમાં રહેતા આરોપીઓ મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા અને રાજેશ અમરશીભાઈ વરાણીયા સાથે ગાળો બોલવા બાબતે બોલાચાલી થઈ હોય ત્યારે ગત તા.૧૪/૦૧ના રોજ રમેશભાઈ માતાજીના મંદિરે દર્શન કરીને પોતાના ઘર તરફ આવતા હોય ત્યારે ત્રાજપર ખારીના ચોરા પાસે બંને આરોપીઓ ઉભા હોય અને કોઈપણ કારણો કર વાંક વિના બંને ભાઈઓ રમેશભાઈને ગાળો આપી ધારીયાનો એક ઘા માથામાં ઝીંકી દીધો હોય જ્યારે અન્ય આરોપીએ લોખંડના પાઇપ વડે માર મારતા દેકારો થતા ત્યાં બાજુમાં રહેતા રમેશભાઈના સગા વ્હાલાઓએ વધુ મારથી છોડાવેલ ત્યારે જતા જતા બંને ભાઈઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ચાલ્યા ગયા હતા રમેશભાઈને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલમાંથી રમેશભાઈને રજા આપતા ત્યારે સમગ્ર બનાવ બાદ સારવાર પૂર્ણ થયે આધેડે બી ડિવિઝન પોલીસ મથકમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

Back to top button
error: Content is protected !!