BANASKANTHAGUJARATKANKREJ

શ્રી નકલંક ગુરૂધામ હળવદના મહંત શ્રી દલસુખબાપુએ પાટણ ખાતે પગલાં કરી આશીર્વાદ આપ્યા.

શ્રી નકલંક ગુરૂધામ હળવદના મહંત શ્રી દલસુખબાપુએ પાટણ ખાતે પગલાં કરી આશીર્વાદ આપ્યા.

શ્રી નકલંક ગુરૂધામ હળવદના મહંત શ્રી દલસુખબાપુએ પાટણ ખાતે પગલાં કરી આશીર્વાદ આપ્યા.

અનંત બ્રહ્માંડના નાથ બાર બિજ ના ધણી,ચેતન બ્રહ્મ, રણુજાના રાય ઈસ્ટ દેવશ્રી રામદેવપીરબાપા આધ્યશકિત જગતજનની સચરાચર વ્યાપી કુળદેવીશ્રી ચામુંડા માતાજી આરાધ્યદેવ શ્રી દ્વારિકાધીશની અસીમ કૃપાથી શરણાગત વત્સલ,દયા કરૂણાના સાગર બંદી છોડ સદગુરૂ સાહેબ ની પ્રેરણાથી પ્રસંગ વિર્ધારીત કરેલ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ ના પ્રમુખ અને નકલંક ગુરૂધામ હળવદના મહંતશ્રી દલસુખબાપુના શિષ્ય પ્રજાપતિ રમેશભાઈ નાથાભાઈ (વાંસેસા) ના પુત્ર-સાગર ના લગ્ન પ્રજાપતિ જ્યોત્સનાબેન તેજાભાઈ (વજાપરા) ઈસરવા વાળા હાલ ધાનેરાની પુત્રી-દક્ષા ના શુભ લગ્ન તા.૦૩/૦૨/૨૦૨૫ ને સોમવાર ના રોજ યોજાવાના હોઈ વરરાજાને આશીર્વાદ આપવા પહેલી ફેબ્રુઆરી ૨૦૨૫ ને શનિવાર ના રોજ આવ્યા ત્યારે રમેશભાઈ પ્રજાપતિ ના નિવાસ શ્રી અર્બુદા નગર સોસાયટી વિભાગ-૨ પાટણ,મહેશભાઈ ઊંઝિયા, પ્રજાપતિ જ્યોત્સનાબેન પ્રકાશભાઈ (બાલવાવાળા)ને ત્યાં શ્રી નકલંક ગુરૂધામના હળવદના મહંતશ્રી દલસુખબાપુ ગુરૂશ્રી બળદેવદાસબાપુએ પાવન પગલાં કરી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે તમારા સાસુ-સસરા તમારા માતા પિતા છે.તમે જેમ તમારા માતા પિતાને માન સન્માન આપો છો તેવીજ રીતે તમારા સાસુ સસરાને માન સન્માન આપજો.દીકરાની વહુ તે પરિવાર ની લક્ષ્મીજી સમાન છે.જે પરિવારમાં દીકરાની વહુનું અપમાન થતું હોય ત્યાં રિદ્ધિ સિદ્ધિ ત્રણ કાળમાં નથી રહેતી. માટે વહુને દીકરી બનાવીને રાખીએ ત્યારેજ પરિવારમાં રિદ્ધિ સિદ્ધિ પ્રગટ થાય છે.પૂ.બાપુના આશીર્વાદથી તાળીઓના ગડગડાટ સભા મંડપ ગાજી ઉઠ્યો હતો.શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ઉમેશભાઈ વી.પ્રજાપતિ નેકારીયા,શ્રી આઠ પરગણા ગુર્જર વઢીયાર ગોળ પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ પુનાભાઈ પ્રજાપતિ સાંકરા, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટવર કે. પ્રજાપતિ થરા,શ્રી રામદેવપીર બાપાના પરમ ઉપાસક મહેશભાઈ ડી. પ્રજાપતિ કસલપુરા,પુનાભાઈ પ્રજાપતિ સહીત પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહેલ.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!