BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
વોલ્વો લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો:પાનોલી પોલીસે 12.14 લાખનો વિદેશી દારૂ અને બસ કર્યા જપ્ત, બે આરોપી ધરપકડ



સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર પોલીસે મુંબઈથી અમદાવાદ જતી વોલ્વો લક્ઝરી બસમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પાનોલી પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર હાઈવે પર લેન્ડમાર્ક હોટલના કમ્પાઉન્ડ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી.
પોલીસે બસની તપાસ કરતા પાછળની ડિકીમાં પાર્સલની આડમાં સંતાડેલી વિદેશી દારૂની 114 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 14,000થી વધુની કિંમતનો દારૂ અને બસ સહિત કુલ રૂ. 12.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં રાજસ્થાનના આશાપુરા તાલુકાના ઇન્દોડા ગામના રહેવાસી નવીન રામજી પટેલ અને જગદીશચંદ્ર પ્યારચંદ્ર આચાર્યની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના રાજ્યમાં દારૂબંધીના કાયદાનું કેવી રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે તે દર્શાવે છે.




