થરા મા જુના પોલીસ ક્વાટર્સ અને ભક્તિ નગર સોસાયટી મા વરસાદી પાણી ઘરોમાં ઘૂસે તે પહેલા તાત્કાલિક નિકાલ કરાયો.
થરા મા જુના પોલીસ ક્વાટર્સ અને ભક્તિ નગર સોસાયટી મા વરસાદી પાણી ઘરોમાં ઘૂસે તે પહેલા તાત્કાલિક નિકાલ કરાયો.

થરા મા જુના પોલીસ ક્વાટર્સ અને ભક્તિ નગર સોસાયટી મા વરસાદી પાણી ઘરોમાં ઘૂસે તે પહેલા તાત્કાલિક નિકાલ કરાયો.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ ભક્તિ નગર સોસાયટીમાં વરસાદી પાણી થી પાવાપુરી સોસાયટી આગળ ભક્તિ નગર વિસ્તાર માં પાણી ભરાઈ જતા ઘરનાળું ચોકઅપ થઈ ગયેલ હતું.નગર પાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોષીને જાણ થતા ઘરનાળું તાત્કાલિક ખુલ્લું કરાવી પાણીનો નિકાલ કરાવ્યો હતો.સમગ્ર ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદ નો બીજો રાઉન્ડ શરૂ થતા બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ભક્તિ નગર સોસાયટીમા પાણી ભરાતા રહીશો મુશ્કેલી મા મુકાયા હતા.ગુરૂવાર ની વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડતા સોસાયટીમાં પાણી ભરાઈ જતા રહીશો ભારે મુશ્કેલીમા મુકાયા હતા. ચીફ ઓફિસર તાત્કાલિક સટાફ સાથે આવી જતા પાણીનો નિકાલ કરાયો હતો. જયારે બીજી તરફ થરા નેશનલ હાઈવેની સર્વિસ રોડ ઉપર આવેલ ડ્રેનેજ ચોક થઈ જવાથી સર્વિસ રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયેલ હતા જેના લીધે લોકોને ખૂબ જ અગવડ પડતી હતી. જે પાણીના નિકાલ માટે ચીફ ઓફિસર બાબુભાઈ એમ. જોષી દ્વારા પોલીસ ક્વાટર તરફ જે બમ્પ કરવામાં આવેલ હતો તે JCB દ્વારા તાત્કાલિક અસરથી તોડી નાખવામાં આવેલ અને સર્વિસ રોડ ઉપરના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવેલ આમ ચીફ ઓફિસરની કુનેહ બુદ્ધી થી એક બાજુના સર્વિસ રોડ ઉપર ભરાયેલ પાણીથી લોકો ને હાશકારો મળ્યો હતો અને લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો તેમજ સર્વિસ રોડ ઉપર આવેલ તમામ દુકાનદારો એ ચીફ ઓફિસરની કામગીરી ની સરાહના કરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530









