GUJARATJUNAGADHKESHOD

કેશોદના જલારામ મંદિર તથા જલારામ બાપાના ભક્તો દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામી નાં એલફેલ ઉચ્ચારણો નો સખત વિરોધ નોંધવામાં આવ્યો

કેશોદના જલારામ મંદિર તથા જલારામ બાપાના ભક્તો દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામી નાં એલફેલ ઉચ્ચારણો નો સખત વિરોધ નોંધવામાં આવ્યો

સુરતના અમરોલી માં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી નામના સાધુએ લાખો ભાવીકોના પૂજનીય શ્રી જલારામ બાપા વિશે ન શોભે તેવા ઉચ્ચારણો કરતા પ્રચંડ અને મોટા પ્રમાણમાં રોષ ફાટે નીકળ્યો છે તેમના જલારામ બાપા વિશેના વાણી વિલાસ તથા કરેલા બફાટ અનુસંધાને કેશોદના જલારામ મંદિરે રઘુવંશી સમાજ તથા જલારામ બાપાના ભક્તો દ્વારા જ્ઞાન સ્વામી સામે વિરોધ પ્રદર્શિત કરવા અને રઘુવંશી સમાજના આદ્ય દેવ જલારામ બાપા ની વીરપુર આવી માફી માંગે તેવી મિટિંગમાં માંગ કરવામાં આવી છે જલારામ મંદિરના ટ્રસ્ટી ડોક્ટર સ્નેહલ તન્ના ના જણાવ્યા પ્રમાણે શ્રી જલારામ બાપા ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા અને રામના સિદ્ધાંતો અપનાવતા હતા તેમ જ તેમના ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્ર ચલાવતા હતા અને હજુ પણ તેમના વંશજો દ્વારા કોઈ જાતના ફંડફાળા વિના વિરપુર જલારામ મંદિરમાં સદાવ્રત ચાલી રહ્યું છે તેમના કહેવા મુજબ જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા આવા નિવેદનો ન કરવા જોઈએ અને તેઓએ વિરપુર જઈ માફી માગી અને જે ભક્તોની લાગણી દુભાયેલી છે તેમને શાંત કરવા જોઈએ અને હવે પછી કોઈપણ દ્વારા જો આવા નિવેદનો થશે તો તેમનો સખત વિરોધ કરવામાં આવશે કેશોદ જલારામ ભક્તો દ્વારા એવું નક્કી કરવામાં આવેલું છે કે આગળ ઉપર વિરપુર મંદિર દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આવશે તે અનુસંધાને કેશોદના જલારામ બાપાના અનુસરસે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!