
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: ગુજરાત સરકાર આયોજિત જિલ્લા કક્ષાનો I.C.D.S દ્વારા “પોષણ ઉત્સવ” ઉજવાયો

અરવલ્લી : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને અરવલ્લી જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા મોડાસા શહેરના ડૉ.આંબેડકર ભવન હોલ ખાતે જિલ્લા કક્ષાનો અરવલ્લી જિલ્લા પંચાયત ના પ્રમુખ પ્રિયનકા બેન ડામોરની અધ્યક્ષતામાં “પોષણ ઉત્સવ-2024 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા અધિક કલેકટર,આઈ.સી.ડી.એસના મુખ્ય અધિકારી શિલ્પા બેન ડામોર,જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પરમાર,મહાનુભાવો અને આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લાના 6 તાલુકા ઘટકના બહેનોએ કાર્યક્રમ સ્થળે વાનગી સ્ટોલ ઉભા કરીને વિવિધ વાનગી પ્રદર્શિત કરી હતી. જેનું નિરિક્ષકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.




