દેવગઢ બારીયા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધિયાના RKSK પ્રોગ્રામ અંતર્ગત Peer Educator ની તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

તા.૦૮.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર

De:bariya:દેવગઢ બારીયા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધિયાના RKSK પ્રોગ્રામ અંતર્ગત Peer Educator ની તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવત સર અને આર.સી.એચ.ઓ સાહેબ તેમજ દેવગઢ બારીયા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શનથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધિયા ખાતે મેડિકલ ઓફિસર દ્વારા RKSK કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટર ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પિયર એજ્યુકેટરને સવારના સેશનમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા યોગ, પ્રાણાયામ શીખવાડવામાં આવ્યા તેમજ શરૂઆતના સેશનમાં પ્રા.આ.કેન્દ્ર દુધિયા મેડિકલ ઓફિસર ડોક્ટર અમિત મછાર સાહેબ દ્વારા RKSK પ્રોગ્રામ તેમજ એડોલેશન હેલ્થ ક્લિનિક અને પિયરની પસંદગી તેમજ કિશોર અવસ્થાની ઉંમરમાં થતી મૂંઝવણ અને તાલીમના ઉદ્દેશ્ય વિશે સમજૂતી આપવામાં આવી ઉપરાંત એડોલેશન હેલ્થ કાઉન્સેલર અને વિવિધ કાઉન્સેલરો દ્વારા એનીમિયા, સિકલસેલ એનિમિયા, ટી.બી. પ્રોગ્રામ,લેપ્રસી પ્રોગ્રામ,મલેરિયા પ્રોગ્રામ તેમજ RBSK ડોક્ટર દ્વારા વિવિધ ગેમ દ્વારા પિયર એજ્યુકેટરની ભૂમિકા વિશે સેશન લેવામાં આવ્યા. ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા માસિક દરમ્યાન ની સ્વચ્છતા અને ગૌરવી દિવસ ની કામગીરી, Nutrition, વ્યસન મુક્તિ વિશે એજ્યુકેટરને વિડીયો અને ચર્ચા દ્વારા સમજૂતી આપવામાં આવી આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધિયાના હેલ્થ સ્ટાફ અને આશાબેનો દ્વારા ઉત્સાહ પુર્વક ભાગ લેવામાં આવ્યો અને કાર્યક્રમને સફળ બનાવામાં આવ્યો




