GUJARATJUNAGADHKESHOD

વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદ તથા ભારત વિકાસ પરિષદ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદ તથા ભારત વિકાસ પરિષદ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

ચકલી આજે લુપ્ત થતી જાય છે ત્યારે ચકલી જેવા અનેક નાના જીવોના અસ્તિત્વને ટકાવી પર્યાવરણ બચવવાવાની લોક જાગૃતિ લાવવા અને પર્યાવરણની સુરક્ષા માટે દર વર્ષે 20મી માર્ચેને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2010માં પક્ષી સંરક્ષણ સંસ્થા “નેચર ફોરએવર” દ્વારા વિશ્વ ચકલી દિવસની શરૂઆત કરવામાં આવી હતી.તેનો ઉદ્દેશ ઘટતી જતી ચકલીઓની વસ્તી વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ 50થી વધુ દેશોમાં ફેલાયો છે.આ મુહિમ અંતર્ગત આજે તા.23.03.2025 ના રોજ ભારત વિકાસ પરિષદ અને વાઇલ્ડ કેર કન્ઝરેશન સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત નગર પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા તથા પ્રવીણભાઈ ભાલારા, Dysp બિપીન ચંદ્ર ઠક્કર વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું લગભગ 1000 જેટલા માળા 450 જેટલા કુંડા અને 400 જેટલા બર્ડ ફીડરનું વિતરણ રાહત દરે કરી પર્યાવરણ બચાવવાનો ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના સહયોગી તરીકે ચાંદની ઓટો મોબાઇલ વાળા પિયુષભાઈ ગજેરા તેમજ ચુનીભાઇ ગજેરાનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો.વાઇલ્ડ કેર કંજરવેશન સોસાયટી તથા ભારત વિકાસ પરિષદ કેશોદ ની ટીમ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી તેમજ વિતરણ સ્થળ તરીકે વૈભવ બુક સ્ટોર તેમજ પ્રજ્ઞેશભાઈ જોશી નો પણ આ સરાહનીય સહયોગ મળ્યો હતો શહેરમાંથી અનેક પર્યાવરણ પ્રેમીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!