GUJARATKUTCHMUNDRA

મુન્દ્રામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-23 માર્ચ  : નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશીના અધ્યક્ષસ્થાને તા.24/3/2025, સોમવારના રોજ રોટરી ક્લબ હોલ, મુન્દ્રા ખાતે સવારે 11:30 વાગે વિશ્વ ટીબી દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

જેમાં ટીબી મુક્ત પંચાયત તરીકે પસંદગી પામેલા મુન્દ્રા તાલુકાના ચાર ગામોના સરપંચનું સન્માન, ટીબીના દર્દીઓને પોષણ માટે કંપની તરફથી આપવામાં આવેલ રાશનકીટનું પ્રતિક વિતરણ તથા મુન્દ્રા બારોઇ નગરપાલિકાના કર્મચારીઓનું ટીબીના નિદાન માટે તપાસણી કરવામાં આવશે.-ડો. યોગેન્દ્રપ્રસાદ મહંતો,તાલુકા હેલ્થ ઓફિસર, મુન્દ્રા કચ્છ.

Back to top button
error: Content is protected !!