
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ દક્ષિણ ગુજરાતનાં મઢી સુગર ફેકટરીમાંથી શેરડી કાપણી પુરી કરી પોતાના માદરે વતન બહેડુન(પીપલદહાડ) તરફ પરત ફરી રહેલ મજૂરો ભરેલ ટ્રક આજરોજ ધૂલધા મહાલ રોડ પર બપોરનાં 1:00 વાગ્યાનાં અરસામાં ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ત્રણ મહિલા અને એક પુરૂષને ગંભીર ઈજાઓ પોહચતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અહી અકસ્માતની જાણ વહીવટી તંત્રની ટીમને થતા ઘટના સ્થળે તુરંત જ 2 જેટલી 108 એમ્બ્યુલન્સ પોહચી ગઈ હતી.




