BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ: મનુબર ચોકડી નજીક આવેલ શોપિંગ નજીક પાર્ક કરેલ ઇકો કારમાંથી દારૂ મળ્યો, પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ-દહેજ માર્ગ ઉપર આવેલ મનુબર ચોકડી નજીકના શીતલ શોપિંગ નજીક એક બિનવારસી શંકાસ્પદ ઇકો કાર પાર્ક કરેલ હતી. સ્થાનિક દુકાનદારોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કારમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂ હોવાનું જણાય આવ્યું હતું. પોલીસે ટોઇંગ ક્રેનની મદદથી ઇકો કારને પોલીસ સ્ટેશન ખાતે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને પગલે લોકટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા.



