BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ પદે નિમણુંક થતાં નવનિયુક્ત પ્રમુખના ઠેર ઠેર સન્માન સમારંભ યોજાયા

7 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ પદે નિમણુંક થતાં નવનિયુક્ત પ્રમુખના ઠેર ઠેર સન્માન સમારંભ યોજાયા પાલનપુર તાલુકા ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ તરીકે રમેશભાઇ એમ પટેલની ભાજપ દ્વારા વર્ણી કરવામાં આવતા પાલનપુર તાલુકાના વિવિધ ગામોમાં તેમના સન્માન સમારંભો યોજાયા હતા વિવિધ સમાજના લોકો દ્વારા તેમનું સન્માન કરી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યું હતી.પાલનપુર તાલુકાના મડાણા તેમજ ગઢ ખાતે રામનવમીના ઉત્સવમાં પાલનપુર તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ એમ પટેલ ઉપસ્થિત રહી અને ભગવાન શ્રી રામના જન્મોત્સવ ની ઉજવણી કરી હતી ત્યારે મડાણા ખાતે મડાણા ગામના ભાજપ આગેવાનો તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા રમેશભાઈ પટેલ નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગઢ રામજી મંદિર ખાતે ભગવાન શ્રીરામના જન્મોત્સવ માં ઉપસ્થિત રહેતા ગઢ રામજી મંદિર ખાતે પણ તેમનું સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં ઘટના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ અને સન્માન કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી જોકે આ પ્રસંગે તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ એમ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે ત્યારે હું બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠન નો આભારી છું અને આગામી સમયમાં પાલનપુર તાલુકાના તમામ ગામોમાં ભાજપના સંગઠનને મજબૂત કરવા માટેના પ્રયાસો કરીશ સાથે સાથે તેમને કાર્યકરોને પણ અપીલ કરતાં જણાવ્યું હતું કે આપણે એક સાથે મળી અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને તેવા પ્રયાસો હાથ ધરીશું.

Back to top button
error: Content is protected !!