વેજલપુર ગામ ના માર્ગ ઉપર છેલ્લા કેટલાક દિવસો થી વાછરડું મૃત્યુ હાલતમાં અસહ્ય દુર્ગંધ મારતા રાહદારીઓ પરેશાન.!

તારીખ ૦૭/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર ગામ ના ઓલ્ડ મુખ્ય માર્ગ એટલે હાઈવે થી વેજનાથ મહાદેવ મંદિર તરફ થી જતો મુખ્ય માર્ગ અને વેજલપુર ગામનો પ્રવેશ દ્વાર ગણાતો હતો અને વેજલપુર ગામનું સ્વંથી મોટું વેજનાથ મહાદેવ મંદિર આવેલ છે અને હાલ પણ એજ રસ્તો તમામ ગામના તેમજ આજુબાજુ ના ગામના લોકો આ મુખ્ય માર્ગ નો ઉપયોગ કરી અવરજવર કરી રહયા છે અને આ જાહેર રસ્તા માર્ગ ઉપર છેલ્લા કેટલાક દિવસો થી વાછરડુ મુત હાલત માં પડેલ હોય જેથી તેનો કોઈ રણી ધણી ના હોય જેના કારણે કીડા પડી ફાટી નીકળતા અસહ્ય દુર્ગમ મારતા રાહદારીઓ હેરાન પરેશાન થતા હોય છે તેમછતાં વેજલપુર ગ્રામ પંચાયત ના જવાબદાર અધિકારી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્વચ્છતાની તકેદારી રાખવામા આવતી નથી જેથી રાહદારી ઓને નાક દબાવી મજબૂરીમાં અસહ્ય દુર્ગંધ મારતા માર્ગ ઉપરથી રાહદારીઓ તેમજ મંદિરે દર્શન કરવા આવતા ભક્તો ને પ્રસાર થવું પડે છે જેથી વહેલી તકે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.







