GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ભાજપા કાર્યાલય ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને ભાજપાના 46 મા સ્થાપના દિવસ નિમિત્તે સક્રીય સદસ્ય સંમેલન યોજાયું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૪.૨૦૨૫

ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ ભાજપા કાર્યાલય ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને ભાજપાના 46 મા સ્થાપના દિવસ નિમિત્તે સક્રીય સદસ્ય સંમેલન આજે બુધવારના રોજ યોજાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. વધુમાં ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર દ્વારા હાલોલ નગર પાલિકા માં 36 માંથી 36 સીટો પર ભાજપનો ભગવો લહેરાવી ઐતિહાસિક વિજય મેળવી ઈતિહાસ સર્જ્યો છે.જે બદલ મતદારો તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહામંત્રી અને મુખ્ય વક્તા સીમાબેન મોહિલે,પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહજી પરમાર, પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમારભાઈ દેસાઈ, હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ,હાલોલ તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ,હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ, ઊપ પ્રમુખ ડૉ.સંજય પટેલ, મહામંત્રી રવિન્દ્ર ઠાકોર, નિતીનભાઇ શાહ ,ગોપાલભાઈ શેઠ,અતુલભાઈ શેઠ,હાર્દિકભાઈ જોષીપુરા સહિત અનેક આગેવાનો તથા ભાજપા સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકા સદસ્યો તથા સક્રિય સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!