Rajkot: નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

તા.૧૯/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“વન નેશન વન રેશનકાર્ડ'” યોજના હેઠળ જિલ્લામાં ૨૬ હજારથી વધુ લાભાર્થીઓને મળે છે અનાજ
Rajkot: રાજકોટ શહેર/જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.કે.ગૌતમના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી, જેમાં પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો કરવા, વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ નિયમિત અને વિક્ષેપ વગર કરવા, દુકાનોની તપાસણી, વન નેશન-વન રેશનકાર્ડ કેમ્પ યોજવા વગેરે એજન્ડા અંગે સમીક્ષા કરી નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રીબેન વંગવાણી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં ‘વન નેશન વન રેશન કાર્ડ’ થકી થતા અનાજ વિતરણની વિગતો હતી. આ યોજના હેઠળ જિલ્લામાં ૨૬ હજારથી વધુ લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવે છે. જેમાં જુદાં-જુદાં જિલ્લાના તેમજ અલગ અલગ રાજ્યના લાભાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, આ યોજના અંગે યોજાયેલ કેમ્પની જાણકારી આપી હતી. ઘઉં, ચોખા, ખાંડ સહિતના પુરવઠાનું વિતરણ, “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અન્વયે થયેલી કામગીરી અંગેની માહિતી આપી જરૂરિયાતમંદ એક પણ લાભાર્થી સરકારશ્રી દ્વારા વિતરણ થતાં અનાજના લાભથી વંચિત ન રહે તે દિશામાં પુરવઠા ટીમ કામ કરતી હોવાની જાણકારી આપી હતી.
બેઠકમા સમિતિના સભ્યશ્રી મનોજભાઇ રાઠોડ, મહેબુબભાઇ લક્ષ્મીઘર સહિત સભ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.



