કેશોદ જલારામ મંદિરે 335 મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો,200 દર્દીને તપાસી 73 દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ
કેશોદ જલારામ મંદિરે 335 મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો,200 દર્દીને તપાસી 73 દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ

કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ સંપૂર્ણ બોડી ચેક અપ તથા હોમિયોપેથી દવાઓનો દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પમાં ભોજનના દાતા સ્વ પ્રભાબેન ગાંગાભાઈ ઉસદડિયા ના સ્મરણાર્થે રામનાથ ધુન મંડળ ના પ્રેમદાન ગઢવી તથા તેમનું ધૂન મંડળ રહ્યું હતું કેશોદનાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ , બોડી ચેક અપ તથા ડાયાબિટીસ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટનાં સહયોગ થી 335 મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો જેમા 200 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામા આવેલ જેમાં જરૂરીયાતમંદ મોતીયાના ઓપરેશન વાળા 73 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ જ્યાં વિનામૂલ્યે આંખોના મોતીયાના ઓપરેશન કરી જલારામ મંદિર સુધી પરત મુકવા સુધીની વ્યવસ્થા પણ વિના મૂલ્યે કરવામા આવે છે જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 335 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 24035 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે કેમ્પની શરૂઆત નગર પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, રામનાથ ધૂન મંડળ નાં પ્રવિણદાન ગઢવી જલારામ મંદિર નાં ટ્રસ્ટી દિનેશ કાનાબાર, રમેશભાઈ, ડો સ્નેહલ તન્ના ગાંગાભાઈ ઉસદડીયા
ડો પરિતોષ પટેલ , મોહનભાઈ ઘોડાસરા,હેમંત ઘેરવરા,દક્ષાબેન મહેતા, વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ આ નેત્ર નિદાન કેમ્પમાં 200જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ દ્વારા તપાસીને 73 દર્દીઓ ને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા. દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા,ભગવતસિંહ રાયજાદા,દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા,પરમાર સાહેબ દ્વારા આપવામાં આવેલ.કેશોદ જલારામ મંદિરે 335 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24 હજાર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયુંછે તેમજ કેમ્પમાં જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા પણ અવિરત સેવા આપવામા આવી રહીછે આજના કેમ્પમાં ભોજનના દાતા તરીકે સ્વ પ્રભાબેન ગાંગાભાઈ ઉસદડિયા ના સ્મરણાર્થે રામનાથ ધૂન મંડળ નાં પ્રવિણદાન ગઢવી ટીમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




