BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વર GIDCમાં CNG કારમાં આગ:કમલમ ગાર્ડન નજીકનો બનાવ, ચાલક સમયસૂચકતાથી બચ્યો, ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાક વિસ્તારમાં આવેલા કમલમ્ ગાર્ડન નજીક એક સીએનજી કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. કાર ચાલકે સમયસૂચકતા દાખવીને તરત જ વાહન છોડી દેતાં તેનો જીવ બચી ગયો છે.
આગની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો પણ સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.
ઉનાળાની તીવ્ર ગરમીના દિવસોમાં અંકલેશ્વરમાં વાહનો અને કંપનીઓમાં આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાયો છે. આ ઘટના પણ તેનું એક ઉદાહરણ છે. આગનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!