BANASKANTHADEODAR

ખેડૂતો ને પાકમાં નુકશાન ની ભીતિ દિયોદર પંથકમાં વરસાદ ભેસાણામાં કરા પડયા

ખેડૂતો ને ઉભા પાક પર કુદરતી આફત આવી ગરમી થી રાહત

દિયોદર સણાદર ખાતે વીજળી પડ્યા એક ભેંસ નું મોત

દિયોદર પંથક તેમજ ગ્રામીણ વિસ્તાર માં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં બાજરી ,ઘાસચારો ,અને મગફળી ના પાકો માં નુકશાન થયું હતું જેમાં દિયોદર તાલુકાના સણાદર ગામે દિનેશ ઠાકોર ના ખેતરમાં વીજળી પડતાં એક ભેંસ નું મોત થયું હતું જેમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં

હવામાન વિભાગ દ્વારા આગાહી ના પગલે બે દિવસ થી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે જેમાં સોમવારે દિવસ ભર ઠંડુ ગાર વાતાવરણ રહ્યા બાદ સાંજે એકાએક વાતાવરણ માં પલટો આવ્યો હતો જેમાં દિયોદર પંથક માં જોરદાર વરસાદી માહોલ સર્જાયો હતો તો ક્યાંક નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં જેમાં દિયોદર તાલુકાના ભેસાણા ગામે પણ કરા સાથે વરસાદ પડ્યો હતો જો કે દિયોદર તાલુકાના કોટડા , જાડા,પાલડી , મોજરુ ,દેલવાડા, લુદ્રા સહિત અનેક વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું જેમાં કમોસમી વરસાદ ને લઈ ખેડૂતો દ્વારા તૈયાર કરેલ પાક ને પણ નુકશાન આવવાની ભીતિ સર્જાઈ હતી જેમાં આ બાબતે ખેડૂતોએ જણાવેલ કે એક બાજુ આવા વાતાવરણ અને વરસાદ ને કારણે અમારે મોટુ નુકશાન આવશે જેમાં હાલ અમો એ બાજરી અને ઘાસચારા નું વાવેતર કર્યું છે જે પાક ને ભારે નુક્સાન આવ્યું છે

વીજળી ના તડકા ભડાકા સાથે દિયોદરમાં કરા સાથે વરસાદ પડ્યો

વરસાદી માહોલ વચ્ચે શરૂઆત માં દિયોદરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જેમાં ધોધમાર વરસાદ અને પવન સાથે વીજળી ના કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં દિયોદર પંથક અને અનેક ગામો માં કરા સાથે વરસાદ પડ્યો હતો

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

Back to top button
error: Content is protected !!