GUJARATKESHOD

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાલાગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાલાગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

નાગરિકોએ પીએમજેવાય કાર્ડ, જાતિ ના દાખલા, રેશનકાર્ડ, પીએમ કિસાન અંતર્ગતની વિવિધ સેવાઓનો એક જ સ્થળે લાભ લીધો : સ્થળ પર જ ૧૮૦૦ અરજીઓનો નિકાલ કરાયોજૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેશોદ તાલુકાના બાલાગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાગરિકોએ પીએમજેવાય કાર્ડ, જાતિ ના દાખલા, રેશનકાર્ડ, પીએમ કિસાન અંતર્ગતની વિવિધ સેવાઓનો એક જ સ્થળે લાભ લીધો હતો. આ સેવાસેતુ કાર્યક્રમાં સ્થળ પર જ ૧૮૦૦ અરજીઓનો નિકાલ કરાયો હતો.જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ કેશોદના બાલાગામ ખાતે પટેલ સમાજમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોએ પશુ સારવાર, આધાર કાર્ડમાં અપડેશન, પીએમજેવાય કાર્ડ ને લગતી સેવા ,ફાર્મર રજીસ્ટ્રેશન, પીએમ કિસાન અંતર્ગતની સેવાઓ, મતદાર યાદી સુધારણાના ફોર્મ, જાતિના દાખલા, રેશનકાર્ડ ને લગતી સેવાઓ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની સેવાઓ સહિતની સેવાઓનો નાગરિકોએ લાભ લીધો હતો.આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પમાં પણ નાગરિકો સહભાગી બન્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓએ રાજ્ય સરકારનો અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!