GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ઝોનના કુલ ૫ જિલ્લાના ખેલાડીઓની બેટરી ટેસ્ટ તા. રર થી ૩૦ મે સુધી રાજકોટ ખાતે યોજાશે

તા.૨૦/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર,મોરબી, કચ્છના ખેલાડીઓ ભાગ લેશે

Rajkot: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન ૮ ઝોનમાં કરવામાં આવ્યુ છે. જેમાં રાજકોટ ઝોન માં કુલ ૫ જિલ્લાના ખેલાડીઓ ભાગ લેશે. તમામ આયોજન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર – રાજકોટ જિલ્લા રમત વિકાસ અઘિકારી દ્વારા કરવામાં આવી છે. રાજ્યકક્ષાના બેટરી ટેસ્ટ અને રાજ્ય કક્ષા પ્રુવન ટેલેન્ટ આઈડેન્ટીફીકેશનનું આયોજન તા.રર/૦૫/૨૦૨૫ થી ૩૦/૦૫/૨૦૨૫ સુધી ગુજરાતના ૮ કેન્દ્રો ખાતે યોજાશે.

રાજકોટ ઝોન ખાતે રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર,મોરબી, કચ્છના ખેલાડી ભાઈઓ બહેનો આ બેટરી ટેસ્ટમાં ભાગ લેશે. ખેલાડીઓની રહેવાની-જમવાની વ્યવસ્થા સ્પોર્ટ્સ હોસ્ટેલ રાજકોટ ખાતે કરવામાં આવી છે. બાળકોના ટેસ્ટનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ-રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.

એપ્રિલ દરમ્યાન ખેલ મહાકુંભ 3.0 હેઠળ યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ૧ થી ૩ ક્રમાંકિંત વિજેતાઓને ડી.એલ.એસ.એસ યોજનામાં પ્રવેશ મેળવવા યોજાતી પી.ટી ટ્રાયલ માટે સીધા માન્ય ગણવામા આવે છે.

Back to top button
error: Content is protected !!