BANASKANTHAGUJARATPALANPUR

શક્તિ પીઠ અંબાજી ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી ITI કોલેજ ખાતે કરાઈ

2 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શક્તિ પીઠ અંબાજી ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી ITI કોલેજ ખાતે કરાઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ આજ રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી આઈ. ટી. આઈ. કોલેજ અંબાજી ખાતે કરવામાં આવી જેમાં જિલ્લા કક્ષાએ થી તમાકુ નિયંત્રણ એકમ માંથી શ્રી અનિલભાઈ રાવલ, જિલ્લા સોસીયલ વર્કર, તેમજ કમર અલી નાંદોલિયા સાયકલોજી કાઉન્સેલર ઉપસ્થિત રહી વિધાર્થીઓ ને તમાકુ થી થતા ગેર ફાયદા, તમાકુ છોડવા ના ઉપાય તેમજ તમાકુ વિરોધી એક્ટ કોટપા એક્ટ અંતર્ગત આવતી કલમ અને તેની જોગવાઈઓ વિષે વિધાર્થીઓ ને અવગત કરવામાં આવ્યા તેમજ કોલેજ ની અંદર ઇચ્છુક વિધાર્થી દ્વારા વ્યક્તુત્વ સ્પર્ધા મા ભાગ લઈ પ્રથમ દ્રિતીય ત્રિતીય ક્રમે આવનાર વિદ્યાર્થી મિત્રો ને ઇનામ આપવામાં આવ્યું અને બાકીના ભાગ લેનાર વિધાર્થી ને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું…છેલ્લે વિધાર્થી ને તમાકુ છોડવા અને છોડાવવા માટે ની પ્રતિજ્ઞા લેવડાવી કાર્યક્રમ ની પુર્ણાહુતી જાહેર કરવામાં આવી
ઉપરોક્ત કાર્યક્રમ નું મોનીટરીંગ અને સફળ આયોજન તાલુકા સુપરવાઈઝર હસમુખભાઈ જોશી અને મેડિકલ ઓફિસર સેબલપાણી ર્ડો. નિખિલ બુમ્બડીયા ના માર્ગદર્શન હેઠળ વિજય ચૌધરી, દિનેશ ચૌહાણ, અને સેબલપાણી ની પુરી ટીમ દ્વારા કરવામાં આવ્યું તસવીર- અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ

Back to top button
error: Content is protected !!