
તા.૦૨.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ દિવસ ઉજવાયો
દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ યોજાય છે સગર્ભા માતાઓ અને બાળકને નિયત રસીકરણ કરાવો દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય બાવકા ખાતે માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ હોય છે જે અન્વયે બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કુલ:૧૨ સગર્ભા માતાઓ ની તપાસ અને રસીકરણ કરવામાં આવ્યું જેમાં ૭ જોખમી સગર્ભા માતાઓ હતી તથા જરૂરી તપાસ કરવામાં આવી કાઉન્સેલિંગ દ્વારા સગર્ભા માતાઓ ને શું શું ખાવું અને દર મહિને તપાસ કરાવવી તથા ડિલિવરી દવાખાને જ કરવાની તે અંગે માહિતી આપવામાં આવી આમ આ રસીકરણ દિવસ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ સયલ બારીયા આયુષ મેડિકલ ઓફિસર પન્ના ડામોર તથા લેબોરેટરી ટેકનીશ્યન અને સ્ટાફ નર્સ સહિત નો સ્ટાફ હાજર રહ્યો હતો આપના વિસ્તારના નજીકના સરકારી આરોગ્ય સંસ્થાઓ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ડીસ્ટ્રીકટ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલમાં માતા અને બાળકોના ઉંમર પ્રમાણે રસી થી રક્ષિત કરવા વિનંતી




