નવસારી ખાતે આવેલ વિદ્યાકુંજ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં સમર યોગ કેમ્પનું સમાપન સમારોહ યોજાયુ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ 33 જિલ્લાઓમાં 200 જેટલા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 7 થી 15 વર્ષના બાળકોએ ભાગ લીધો. તે પૈકી નવસારીમાં ગણદેવી રોડ ઉપર આવેલી વિદ્યાકુંજ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં તારીખ 16 મે થી 30 મે સુધી સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું 30 મે ના રોજ સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો.
સમાપન સમારોહમાં વિદ્યા સ્કૂલના ટ્રસ્ટી પરેશભાઈ રાઠોડ અને વિદ્યાકુંજ સ્કૂલના પ્રાઇમરી પ્રિન્સિપાલ સપનાશીંગ હાજર રહ્યા હતા અને નવસારી જિલ્લાના યોગ કોઓર્ડીનેટર ગાયત્રીબેન તલાટી હાજર રહ્યા હતા
<span;>નવસારી જિલ્લાના કો ઓડીનેટર ગાયત્રીબેન ના માર્ગદર્શન હેઠળ સમર કેમ્પમાં બાળકોને માતૃ પિતૃ પૂજન,બ્રાઇટર માઈન્ડની ગેમ,પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો અને તેના માટે પેપર બેગ બનાવતા શીખવાડ્યું તેઓને રુચિ થાય તે માટે સલાડ ડેકોરેશન નું આયોજન કર્યું હતું . બાળકોએ સરસ મજાનું સલાડ ડેકોરેશન કર્યું હતું અને પછી બાળકોને તેનો જ નાસ્તો કરવાનું કહ્યું હતું જે બાળકોને ભાવતું ન હતું તેઓએ પણ તે દિવસે ખૂબ જ ચાવથી ખાધું હતું . આ રીતે બાળકોમાં પૌષ્ટિક આહાર ઉપર ધ્યાન આપવામાં આવ્યું અને એમને તે તરફ પ્રેરણા આપી અને એ રીતે બાળકોમાં સંસ્કારનું સિંચન કર્યું.આ સમર યોગ કેમ્પ બાળકોને ખૂબ જ ગમ્યું અને બાળકો કહી રહ્યા છે કે દર વર્ષે આવા યોગ કેમ્પમાં ભાગ લેશે. આ સમરયોગ કેમ્પમા સંચાલક રસવંતી ઠાકોર અને સહ સંચાલક વૈશાલીબેન ભાવસાર અને પ્રતીક્ષાબેન પટેલ ખુબ સરસ કામ કર્યું હતું




