BANASKANTHAPALANPUR

જીવદયા ફાઉન્ડેશન દ્વારા પુરુષોત્તમ અમાવસ્યાના પાવન અવસરે સેવાકીય કાર્યક્રમ યોજાયો

16 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જીવદયા ફાઉન્ડેશન દ્વારા પુરુષોત્તમ અમાવસ્યાના પાવન અવસરે સેવાકીય કાર્યક્રમ યોજાયો.પુરુષોત્તમ અમાવસ્યાના પાવન નિમિત્તે જીવદયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરથી અલીગઢ તથા માલણ ગામ નજીક આવેલા જંગલ વિસ્તારમાં કીડિયારું પૂરવાનો સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રીના હસ્તે તથા મોનિકાબેનના સહયોગથી કીડીઓ માટે કીડિયારું પૂરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, ન્યુ આરટીઓ નજીક આવેલી ગૌશાળામાં ગૌમાતાને સુકો અને લીલો ઘાસચારો તેમજ લાડવા-શીરાનું ભોજન અર્પણ કરવામાં આવ્યું હતું. જીવદયા અને ગૌસેવાના આ કાર્યક્રમ દ્વારા પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા અને સેવાભાવનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.આ સેવાકીય કાર્યમાં ઠાકોરદાસ ખત્રી, રાહુલ લિંબાચીયા (મીડિયા ઇન્ચાર્જ, જિલ્લા ભાજપ યુવા મોરચો), દિનેશભાઈ શર્મા, ચેતનભાઈ દરજી, ચિરાગભાઈ દરજી, પરેશભાઈ દરજી, ઘનશ્યામભાઈ ખત્રી, અશોકભાઈ પઢીયાર તેમજ રમેશચંદ્ર મોદીઅન્ય જીવદયા પ્રેમી સેવાભાવી મિત્રો સહભાગી બન્યા હતા.પુરુષોત્તમ માસ દરમિયાન યોજાયેલા આ પુણ્યકાર્યમાં સહભાગી બની સૌએ સેવાભાવ, જીવદયા અને ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Back to top button
error: Content is protected !!