GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના આંગણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું અભિવાદન

તા.૬/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ શહેર તથા જિલ્લાને રૂ. ૫૫૭ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા, હીરાસરમાં આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પધાર્યા હતા.

આ તકે તેમનું પુષ્પગુચ્છ આપીને ઉષ્માભર્યું અભિવાદન કરાયું હતું. આ અવસરે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્યો સર્વે શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર યાદવ, સી.આઈ.એસ.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી અમનદીપસિંહ સિરસવા, અગ્રણીઓશ્રી માધવભાઈ દવે, શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં

Back to top button
error: Content is protected !!