ANANDANAND CITY / TALUKOGUJARAT

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ લાવવા માટે ૧૦ એમ્બ્યુલન્સ રવાના

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ લાવવા માટે ૧૦ એમ્બ્યુલન્સ રવાના

તાહિર મેમણ – આણંદ – 13/06/2025 – અમદાવાદ ખાતે ગતરોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે.

આણંદ જિલ્લાના મૃત્યુ પામેલ પ્રવાસીઓના મૃતદેહને આણંદ જિલ્લામાં પરત લાવીને તેમના સ્વજનોને સોંપવા માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ૧૦ જેટલી એમ્બ્યુલન્સ વાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે.

આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવાર સાથે સંપર્ક કરવા તથા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટને લગતી કામગીરી તથા ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવા માટે અને મૃતક વ્યક્તિઓના સ્વજનોનો સંપર્ક કરી મૃતકોના અંતિમ સંસ્કાર થાય ત્યાં સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવશે, જે અન્વયે ખભાતના પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ અને આણંદના સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર સુશ્રી એચ. ઝેડ. ભાલીયાની નિમણૂંક કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!